મોડાસા, 27 ઓગસ્ટ (હિ.સ.)
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે માજા મૂકી હતી અને વિવિધ તાલુકામાં ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો જેના કારણે જિલ્લામાં આવેલ વિવિધ ડેમો માં પાણીની આવક થઇ હતી.મુખ્ય માઝૂમ, મેશ્વો, વૈડી, વાત્રક, લાંક માં વરસાદી પાણી ની સારી એવી આવક જોવા મળી છે.રાત્રીના સમયે વરસેલા વરસાદને લઇ માઝૂમ ડેમમાં પાણીની આવક થતા 3 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સાથે વૈડી તેમજ મેશ્વો ડેમ વરસાદના પાણી થી સંપૂર્ણ ભરાઈ જતા ઓવરફ્લો થયો હતો જેના કારણે અસરગ્રસ્ત ગામડાઓ ને એલર્ટ કરવામાં આવ્યા હતા.
ભાદરવા માં વરસાદની શરૂઆત ભરપુર થઇ છે જેને લઇ વરસાદ ને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે સાથે નદીઓ પરના ચેકડેમ પણ ઓવરફ્લો થયા હતા રેલ્લાંવાડા વિસ્તારની માજુમ નદીમાં નવા નિરની આવક જોવા મળી સાથે મેઘરજની વાત્રક નદી તેમજ વિવિધ નદીઓ બે કાંઠે વહેવા લગી હતી સાથે રેલ્લાંવાડા જલારામ મંદિરપાસે નદી પર આવેલ ચેકડેમ સીઝનમાં ત્રીજી વખત ઓવરફ્લો થયો હતો બીજી તરફ ઉપર વાસમમાં વરસેલા વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક જોવા મળી હતી રાજેસ્થાન વિસ્તારમાં આવેલ કોડિયાગોર ડેમ ઓવરલ ફ્લો થતા પાણીની આવક થઇ હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ