કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ એ જાફરાબાદની મુલાકાત લીધી
અમરેલી 27 ઓગસ્ટ (હિ.સ.): અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક દરિયામાં બનેલી બોટ દુર્ઘટનાએ ફરી એકવાર સાગર ખેડુતોની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. મળતી માહિતી અનુસાર, જાફરાબાદ બંદરથી માછીમારી માટે નીકળેલી બોટ તીવ્ર પવન અને મોજાંને કારણે પલટી ગઈ હતી. આ દુ
કેબિનેટ મંત્રી કુંવરજી ભાઈ એ જાફરાબાદ ની મુલાકાત લીધી


અમરેલી 27 ઓગસ્ટ (હિ.સ.): અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક દરિયામાં બનેલી બોટ દુર્ઘટનાએ ફરી એકવાર સાગર ખેડુતોની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. મળતી માહિતી અનુસાર, જાફરાબાદ બંદરથી માછીમારી માટે નીકળેલી બોટ તીવ્ર પવન અને મોજાંને કારણે પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં બોટમાં સવાર કુલ 11 ખલાસીઓમાંથી 2 લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના 9 ખલાસીઓ હજુ સુધી લાપતા છે. કિનારે આવેલા અન્ય માછીમારો અને કોસ્ટગાર્ડની ટીમો દ્વારા સતત શોધખોળની કામગીરી ચાલી રહી છે, પરંતુ દરિયામાં ભારે પવન તથા ઉંચા મોજાંને કારણે રાહત-બચાવ અભિયાનમાં મુશ્કેલીઓ આવી રહી છે.

આ ઘટનાની જાણ થતાં જ ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળીયા જાફરાબાદ પહોંચ્યા હતા. તેમણે પીડિત પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી અને સરકાર તેમના સાથે છે તેવો વિશ્વાસ આપ્યો હતો. તેમણે કહ્યું કે, દરિયામાં માછીમારી કરતા સાગર ખેડુતોના જીવનની સુરક્ષા માટે રાજ્ય સરકાર તરફથી શક્ય તમામ પગલાં લેવામાં આવશે. સાથે જ, કોસ્ટગાર્ડ તથા નૌસેનાના સહકારથી ઝડપથી લાપતા ખલાસીઓને શોધવા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે.

જાફરાબાદ તથા આસપાસના માછીમારોમાં આ દુર્ઘટના બાદ ભારે ચિંતા ફેલાઈ છે. માછીમારોના સંગઠનોએ સરકારને આગ્રહ કર્યો છે કે દરિયાઈ સલામતી સાધનો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે અને બોટોમાં સુરક્ષા સાધનો ફરજિયાત કરવામાં આવે. હાલ તંત્ર દ્વારા દરિયામાં શોધખોળનું કાર્ય યુદ્ધસ્તરે ચાલુ રાખવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી લાપતા 9 ખલાસીઓનો કોઈ પત્તો લાગ્યો નથી. આ દુર્ઘટનાએ સમગ્ર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande