સિદ્ધપુરની સોસાયટીઓ, શેરી, મહોલ્લા, પોળોમાં ગણપતિની મૂર્તિનું વિધિવત્ સ્થાપન
પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર શહેરમાં ગણેશ મહોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં બુધવારે વહેલી સવારથી ભક્તોએ પોતાના ઘરોમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી ગણેશજી ને મોદક ધરાવવામા આવ્યા હતા . માટીની મૂર્તિની સ્થાપના કરવા માટે સવારથી
સિદ્ધપુરની સોસાયટીઓ, શેરી, મહોલ્લા, પોળોમાં ગણપતિની મૂર્તિનું વિધિવત્ સ્થાપન


પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર શહેરમાં ગણેશ મહોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં બુધવારે વહેલી સવારથી ભક્તોએ પોતાના ઘરોમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી ગણેશજી ને મોદક ધરાવવામા આવ્યા હતા . માટીની મૂર્તિની સ્થાપના કરવા માટે સવારથી જ બજાર અને હાઈવે વિસ્તારમાં દુકાનો,લારીઓ પર શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. તેમજ શહેરના વિવિધ ગણપતિના મંદિરોમાં હોમ હવન પણ યોજાયા હતા. ગણેશ ચતુર્થીના પાવન અવસરે શહેરમાં આવેલ સનનગર સોસાયટી, પુષ્પ વાટીકા, ભીલવાસ , રુદ્રાક્ષ સોસાયટી , રામદેવ ટાઉનશીપ સહિતની વિવિધ સોસાયટીઓ, શેરી, મહોલ્લા, પોળોમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે અબીલ ગુલાલ ઉડાવી વિધિવત્ રીતે ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી સ્થાપના કરી હતી.

શહેરના બજારોમાં, હાઈવે વિસ્તાર પર પર દુકાનો ઉપરાંત લારીઓમાં નાના, મધ્યમ અને મોટા કદની ગણેશજીની વિવિધ મુદ્રા સાથેની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ વેચાતી જોવા મળી હતી. રૂ.50 થી લઈ 9 હજાર સુધીની મૂર્તિઓનું વેચાણ થયું હતું. ગણેશજીની મૂર્તિનું વેચાણ કરતા વેપારી પ્રવીણભાઈ પ્રજાપતિએ જણાવ્યુ હતું કે લોકો માટીની મૂર્તિ ખરીદવાનું વધારે પસંદ કરે છે. આ વર્ષે 400 થી વધુ મૂર્તિઓનુ વેચાણ થયું હતુ.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande