જામનગરની સરકારી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર સમયસર ચૂકવવા માંગ
જામનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરની જી.જી. હોસ્પિટલના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી-શ્રમિકોના પગાર વિલંબથી થતા હોવા અંગે શ્રમ આયુક્ત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ અરવિંદ બી. ગોહિલએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, જી.જી. હોસ્પિટલમાં ક
જી.જી.હોસ્પિટલ


જામનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરની જી.જી. હોસ્પિટલના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી-શ્રમિકોના પગાર વિલંબથી થતા હોવા અંગે શ્રમ આયુક્ત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

આરટીઆઈ એક્ટિવિસ્ટ અરવિંદ બી. ગોહિલએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, જી.જી. હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાક્ટ બેઈઝવાળા કર્મચારીને સમયસર પગાર આપવામાં આવતો નથી. પી.એફ.ની સ્લિપ પણ અપાતી નથી અને સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande