જિલ્લા વહીવટી તંત્ર, ખેડા દ્વારા ત્રણ લોકોને એરલિફ્ટ કરી રેસ્ક્યુ કર્યા
ગાંધીનગર, 27 ઓગસ્ટ (હિ.સ.): ઘરોડા તા. ખેડા પાસે કોદરીયાપુરા નજીક સાબરમતી નદીમાં ૩ ઇસમો ધનજીભાઈ રામાભાઇ દેવીપૂજક ૫૫ (ધરોડા), મંગાભાઈ ખોડાભાઈ ઠાકોર ૫૦ (કોદરીયા) અને પૂરીબેન મંગાભાઈ ઠાકોર ૪૮ (કોદરીયા) ફસાયેલ હોવાનાં સરપંચ દ્વારા જાણ કરાતા તંત્ર દ્વારા
જિલ્લા વહીવટી તંત્ર, ખેડા દ્વારા ત્રણ લોકોને એરલિફ્ટ કરી રેસ્ક્યુ કર્યા


જિલ્લા વહીવટી તંત્ર, ખેડા દ્વારા ત્રણ લોકોને એરલિફ્ટ કરી રેસ્ક્યુ કર્યા*


ગાંધીનગર, 27 ઓગસ્ટ (હિ.સ.): ઘરોડા તા. ખેડા પાસે કોદરીયાપુરા નજીક સાબરમતી નદીમાં ૩ ઇસમો ધનજીભાઈ રામાભાઇ દેવીપૂજક ૫૫ (ધરોડા), મંગાભાઈ ખોડાભાઈ ઠાકોર ૫૦ (કોદરીયા) અને પૂરીબેન મંગાભાઈ ઠાકોર ૪૮ (કોદરીયા) ફસાયેલ હોવાનાં સરપંચ દ્વારા જાણ કરાતા તંત્ર દ્વારા રેસ્ક્યુ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

યાંત્રિક બોટ દ્વારા પાણીમાં ઝડપી પ્રવાહ માં 1.2 કિમી જવું મુશ્કેલ જણાતા એરલિફ્ટ કરવાનું વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું. જે બાદ આશરે ૬:૦૦ વાગે સાંજે એરફોર્સમાં હેલિકોપ્ટર દ્વારા તમામને એરલિફ્ટ કરી સુરક્ષિત અને સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા.

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના સતત માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી સુરજ બારોટ દ્વારા ઉત્તમ સંકલન સાધીને આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી અને ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande