અંકલેશ્વર સરદાર પાર્ક ખાતે ગણપતિદાદાની શોભાયાત્રામાં આંખલાએ 10 ને ભેંટીમા લીધા
-હજારોની જનમેદનીમાં આંખલો ઘૂસી જતા કેટલાયને શિંગડામાં ઉલાળ્યા -શોભાયાત્રા જોવા લોકો શોપિંગની ગેલેરી અને 4થા માળે મોબાઈલના ટાવરો ઉપર ચડી ગયા -ગણપતિદાના આગમનની શોભાયાત્રામાં જિલ્લા પ્રમુખ, એઆઈએ હોદ્દેદારો તેમજ અગ્રણીઓ હાજર રહ્યા -ઓપરેશન સિંદૂર,ડી
અંકલેશ્વર સરદાર પાર્ક ખાતે ગણપતિદાદાની શોભાયાત્રામાં આંખલાએ 10 ને ભેંટીમા લીધા


અંકલેશ્વર સરદાર પાર્ક ખાતે ગણપતિદાદાની શોભાયાત્રામાં આંખલાએ 10 ને ભેંટીમા લીધા


અંકલેશ્વર સરદાર પાર્ક ખાતે ગણપતિદાદાની શોભાયાત્રામાં આંખલાએ 10 ને ભેંટીમા લીધા


અંકલેશ્વર સરદાર પાર્ક ખાતે ગણપતિદાદાની શોભાયાત્રામાં આંખલાએ 10 ને ભેંટીમા લીધા


અંકલેશ્વર સરદાર પાર્ક ખાતે ગણપતિદાદાની શોભાયાત્રામાં આંખલાએ 10 ને ભેંટીમા લીધા


-હજારોની જનમેદનીમાં આંખલો ઘૂસી જતા કેટલાયને શિંગડામાં ઉલાળ્યા

-શોભાયાત્રા જોવા લોકો શોપિંગની ગેલેરી અને 4થા માળે મોબાઈલના ટાવરો ઉપર ચડી ગયા

-ગણપતિદાના આગમનની શોભાયાત્રામાં જિલ્લા પ્રમુખ, એઆઈએ હોદ્દેદારો તેમજ અગ્રણીઓ હાજર રહ્યા

-ઓપરેશન સિંદૂર,ડીજે અને ફાયરવર્ક્સ એ આકર્ષણ જમાવ્યું હતું

-સીઓપી 7 ના યુવાનો દ્વારા 20 ફૂટની ભવ્ય અને દિવ્ય ગણપતિદાદાની મૂર્તિના સ્થાપન પૂર્વે આગમન

ભરૂચ 27 ઓગસ્ટ (હિ.સ.) પધરામણી કરવા માટે તેમની શોભાયાત્રા જોગર્સ પાર્કથી શરૂઆત કરી ગટટ્ટુ ચોકડી , સરદાર પાર્ક , કમલમ ગાર્ડન થઈ સીઓપી 7 ડીજેના તાલે યુવાધન ઓપરેશન સિંદુરની થીમ, નાશિક ઢોલ, ફાયરવર્કસ, બલુન શો સાથે ઘુમધામપુર્વક શોભાયાત્રા યોજી હતી.ત્યારે સરદાર પાર્ક ખાતે જ્યારે આ શોભાયાત્રામાં ભારે ભીડ વચ્ચે આંખલો આવી લોકો અને ગાડીઓને શિગડે ભેરવી ઉલાળ્યા હતા.તેમાં આશરે 10 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.

ગણપતિદાદાની શોભાયાત્રાની જોગર્સપાર્કથી 7.30 એ શરુઆત કરી 8.30 પછી સરદાર પાર્ક પહોચતા પહેલા આખા જીઆઇડીસી નોટીફાઇડ રહેણાક વિસ્તારની લાઈટ બંધ કરી દેવામાં આવી હતી.

હજારો લોકોને લાઈટ વિના અંધારે રહેવું પડ્યું હતું.અંકલેશ્વર હાઉસિંગ એસોસિયેશનનો ગણપતિ દાદા ના પ્રસંગનો કોઈ વિરોધ નથી પરંતુ દાદાના નામે થતા આવા તાયફાનો વિરોધ કર્યો હતો. વીજ પુરવઠો બંધ થતાં ડીજીવીસીએલને ફોન કર્યો તો ત્યાંથી જવાબ મળ્યો મામલતદારે મજૂરી આપેલ છે અને મામલતદાર કહે પોલીસ ખાતાના અભિપ્રાયથી આપેલ છે તો હવે પ્રજા જાય ક્યાં .

શોભાયાત્રા જોવા હજારોની જનમેદની વચ્ચે એક આખલો પબ્લિક અને ડીજેના અવાજથી ગણેશ પાર્ક બાજુથી દોડતો આવ્યો અને કુમકુમ મીઠાઈ સામેથી પબ્લિક વચ્ચે બધાને સિગડામાં લઈ ઉલાળતો ઉલાળતો ગુરૂકુળ બાજુ જતો રહ્યો હતો એ પણ કાળો હોવાથી કોઈને ધ્યાનમાં ના આવ્યો કેટલીયે ગાડીઓ પણ પાડી એક માજીને તો રીતસરના ઉલાળી પછાડતા ખૂબ ઘવાયા હતા. ખરેખર ધર્મના નામે ધતિંગ બંધ થવા જોઈએ. આ શોભાયાત્રા 8 વાગ્યે પૂરી કરી દેવાની જગ્યાએ 7.30 એ તો ચાલુ કરી હતી.15000 હજાર કનેક્શન રાત્રે 10 વાગ્યા સુધી બંધ રહ્યા સરકારને કરોડો રૂપિયાનું નુકસાન જ્યારે લોકોને જમવાના સમયે લાઇટ ડૂલ થઈ ગઈ હતી .નાના બાળકો ગરમીના હેરાન પરેશાન થઈ ગયા હતા.

અંકલેશ્વર હાઉસિંગ એસોસિયેશન દ્વારા વહીવટકર્તાઓ અને સરકારી અધિકારી, મામલતદાર , ડીજીવીસીએલ,પોલીસ એમ દરેક વિભાગને ચેતવ્યા હતા . આયોજન ભવ્ય છે તો કોઈ જાનહાનિ ના થાય તેવી ફરિયાદ મૌખિક કરેલ પણ તેમની પરમિશનનો લેટર પણ મંગાવેલ છે તેમાં પણ આટલો ભવ્ય પોગ્રામ કરેલ તો કોઈ સતાધીસની નજરમાં આવેલ નહી અને પરમિશન ના સમય તેમજ નીતિનિયમ વિરુદ્ધ રેલી નીકળેલ છે.જે ભાગદોડ થઈ અને આખલાના લીધે દરેક ઇજાગ્રસ્તોનો તમામ દવાખાનાનો ખર્ચો આ આયોજકો પાસેથી લેવો જોઈએ અને ભરૂચ જિલ્લા પ્રમુખ અને એઆઈએના તમામ હોદ્દેદારો પણ હાજર હતા .દરેક શોપિંગની ગેલેરીમાં હજારો લોકો ઊભા રહી જોતા હતા કેટલું જોખમી હતું.

અંક્લેશ્વર હાઉસિંગ એસોસિયેશન પ્રમુખ અતુલ માકડિયા. ઉ પ્રમુખ રમેશ પટેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande