-હોમ સાયન્સ વિભાગ દ્વારા એન્ટી-રેગિંગ વિષય પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કર્યું
-અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ગ્રુપ ડિસ્કશન કરાયું
-ગુજરાતી વિભાગ દ્વારા નિબંધ સ્પર્ધા યોજવામાં આવી
ભરૂચ 27 ઓગસ્ટ (હિ.સ.) તારીખ 12 ઓગસ્ટ 2025 થી 18 ઓગસ્ટ 2025 દરમિયાન શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજમાં એન્ટી-રેગિંગ અવેરનેસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર કોલેજના વિવિધ વિભાગો દ્વારા સર્જનાત્મક અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
હોમ સાયન્સ વિભાગ દ્વારા એન્ટી-રેગિંગ વિષય પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કર્યું હતું.અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ગ્રુપ ડિસ્કશન કરાયું.સંસ્કૃત વિભાગ દ્વારા ગેસ્ટ લેકચર કર્યું હતું.ગુજરાતી વિભાગ દ્વારા નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી.અંગ્રેજી વિભાગ દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજી અવનવા વિષયો લેવાયા હતા.હિન્દી વિભાગ દ્વારા રેગિંગ આધારિત ફિલ્મ છીછોરે ના હાઇલાઇટ્સનું પ્રદર્શન પણ યોજાયું હતું.
આ દરેક વિષયો અને પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં એન્ટી-રેગિંગ વિષયક જાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ સફળ રહ્યો હતો.દરેક સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થિનીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા, તેમજ દરેક સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.કોલેજ પરિવાર દ્વારા એન્ટી-રેગિંગ અવેરનેસ સપ્તાહને યાદગાર અને સફળ બનાવવા માટે તમામ વિભાગો અને વિદ્યાર્થીનીઓનો સક્રિય સહકાર નોંધપાત્ર રહ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ