અંકલેશ્વરના સંતના અભિપ્રાય અનુસાર, ગણપતિ દાદા આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે
-બુદ્ધિ મળે સફળતા મળે એક વિચાર જે બદલી દે તમારું જીવન -નિષ્ઠા રાખો અને પ્રામાણિકતાથી કાર્ય કરો સફળતા મળશે - મહાભારતના સૂક્ષ્મ આલેખનમાંથી પ્રગટતું ગણેશજીનું સ્માર્ટ વર્ક જ તેમને પૂજનીય બનાવે છે -વ્યવહારિક કુશળતા ગણપતિજી પાસે અદ્ભુત વ્યવહાર કુશળતા છ
અંકલેશ્વરના સંતના અભિપ્રાય અનુસાર ગણપતિ દાદા આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે


અંકલેશ્વરના સંતના અભિપ્રાય અનુસાર ગણપતિ દાદા આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે


અંકલેશ્વરના સંતના અભિપ્રાય અનુસાર ગણપતિ દાદા આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે


-બુદ્ધિ મળે સફળતા મળે એક વિચાર જે બદલી દે તમારું જીવન

-નિષ્ઠા રાખો અને પ્રામાણિકતાથી કાર્ય કરો સફળતા મળશે

- મહાભારતના સૂક્ષ્મ આલેખનમાંથી પ્રગટતું ગણેશજીનું સ્માર્ટ વર્ક જ તેમને પૂજનીય બનાવે છે

-વ્યવહારિક કુશળતા ગણપતિજી પાસે અદ્ભુત વ્યવહાર કુશળતા છે

ભરૂચ 27 ઓગસ્ટ (હિ.સ.) અંકલેશ્વરના સંત જયસ્વરૂપ દાસજીએ તેમનો ગણપતિદાદા વિશેનો અભિપ્રાય આપતા આધુનિક અને કોમ્પિટિશનના યુગમાં આજના યુવાનોને જાગૃતિ, એકાગ્રતા, બુદ્ધિ મેળવવા ગણપતિજીને યાદ કરવા પડે. ગણેશજી આજના યુવાનોને ઘણું બધું શીખવે છે. આજના જમાનામાં ગણપતિજીના માર્ગે યુવાનો ઉપલી કક્ષા સુધી પહોંચી શકે છે.

બુદ્ધિ મળે સફળતા મળે એક વિચાર જે બદલી દે તમારું જીવન . આજે માત્ર એક વિચારનો જ જમાનો છે. બિલ ગેટ્સના માત્ર એક આઈડિયાએ જ તેને વિશ્વનો ધનાઢ્ય બનાવ્યો. ગણેશજીએ પણ માત્ર પોતાની બુદ્ધિથી એક વિચારથી જીત મેળવી હતી. તેમના વિવાદનો પ્રસંગ તમને યાદ જ છે ને ! જ્યારે તેમના માતાપિતાએ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહ્યું તો ગણેશજીએ માત્ર એક વિચાર કર્યો. કાર્તિકેય તો બુદ્ધિ વાપર્યા વિના પ્રદક્ષિણા કરવા ચાલ્યા ગયા પણ ગણેશજીએ માતા-પિતાનું પૂજન કર્યું અને તેમની સાત વાર પ્રદક્ષિણા કરી અને જીતી ગયા. આજના વિદ્યાર્થીઓએ ગણેશજીના આ ઉપાયનો ઉપયોગ કરવાની જરૂર છે. આજનો જમાનો કંઈક અલગ કરવાનો છે. ગણેશજીએ કંઈક અલગ કરી બતાવ્યું જેથી તે પૂજનીય બન્યા. સ્પર્ધાના આ યુગમાં આગળ આવવા આજના યુવાને આવી બુદ્ધિમત્તા વાપરવી જોઈએ. ચીલા ચાલુ રસ્તા છોડીને સફળતાનો નવો માર્ગ પકડો. માત્ર બુદ્ધિ વાપરો અને સફળ થાવ.

નિષ્ઠા રાખો, પ્રામાણિકતા કેળવો ગણેશજી શીખવે છે કે, નિષ્ઠા રાખો અને પ્રામાણિકતાથી કાર્ય કરો સફળતા મળશે. પાર્વતીજીએ ગણેશજીને દ્વારપાલનું કામ સોપ્યું તો ગણેશજીએ જીવનના અંત સુધી તે વિશ્વસનીયતા પૂર્વક નિભાવ્યું. અંતે શંકર ભગવાને ગણેશજીને પુન: જીવિત કરી તેમને વિઘ્નહર્તા બનાવ્યા. આજના યુગના યુવાનોએ તેમને મળેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાપૂર્વક પૂરી કરવી જોઈએ. આજના જમાનામાં નિષ્ઠા, મહેનત અને પ્રામાણિકતા સફળતાનો મૂળ મંત્ર છે.

સ્માર્ટ કાર્ય કરો મહાભારતના સૂક્ષ્મ આલેખનમાંથી પ્રગટતું ગણેશજીનું સ્માર્ટ વર્ક જ તેમને પૂજનીય બનાવે છે. કોઈપણ પરિસ્થિતિમાં શાંતિથી, બુદ્ધિથી સરસ રીતે કામ પાર પાડવું એ ગણેશજીની વિશેષતા છે. આજના યુવાને પણ ધૈર્યપૂર્વક સ્માર્ટ વર્ક કરી સફળતા મેળવવી જોઈએ. કામમાં સ્વચ્છતા હશે તો સફળતા મળતામાં વાર નહિ લાગે.

વ્યવહારિક કુશળતા ગણપતિજી પાસે અદ્ભુત વ્યવહાર કુશળતા છે. તેમની પાસે રિદ્ધિ અને સિદ્ધિ છે. એટલે કે એક બાજુ સફળતા અને બીજી બાજુ સમૃદ્ધિ, આ બંને વચ્ચે તાલમેલ બેસાડવાથી જ વ્યક્તિ સફળ થાય છે. કહેવાનો મતલબ સફળતા મળ્યા બાદ વ્યવહાર બદલાવો જોઈએ નહિ. યુવાનો માટે મહેનતની સાથે સાથે સારો વ્યવહાર પણ ખૂબ જરૂરી છે. જો વ્યવહારમાં કુશળતા નહિ હોય તો સફળતા વધારે ટકશે નહિ. તેથી ગણેશજી જેવું સંતુલન રાખતા આજના યુવાનોએ શીખવું જોઈએ.

શક્તિની આરાધના અનિવાર્ય માત્ર બુદ્ધિ, નિષ્ઠા, સ્માર્ટનેસ અને વ્યવહાર કુશળતા પર્યાપ્ત નથી તેને સાચવવા શક્તિની જરૂર પડે. શિવજીના પ્રલયકારી ગણો (સેના) ના તેઓ નાથ તેથી તેમને ગણનાથ, ગણાધ્યક્ષ, ગણેશ અને ગણપતિજી જેવા નામોથી પોકારીએ છીએ.

ઉપરોક્ત વિઘ્નવિનાયકદેવના આદર્શ સદ્ગુણોમાંથી મળેલા આ પાંચ સંદેશાઓ યુવાનના જીવનમાં આમુલ પરિવર્તન લાવે છે. સાથે સાથે સફળતામય જીવન જીવવાનો મંત્ર પણ ફૂંકે છે. જો આપણે ગણપતિજી દાદાને આપણા જીવનમાં આદર્શ બનાવીએ, એમના જીવનને અનુસરીએ તો લાગે છે કે, દુનિયાની કોઈ પણ સફળતા આપણાથી જરા પણ દૂર નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande