કડી શહેરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમભરી ઉજવણી
મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ સ્થાપના અને મહોત્સવના આયોજન સાથે ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે. નગરપાલિકાના મેદાન ખાતે કમળ સર્કલ સામે ગણેશ યુવક મંડળ દ્વ
કડી શહેરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમભરી ઉજવણી


કડી શહેરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમભરી ઉજવણી


મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ સ્થાપના અને મહોત્સવના આયોજન સાથે ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે. નગરપાલિકાના મેદાન ખાતે કમળ સર્કલ સામે ગણેશ યુવક મંડળ દ્વારા સતત 19મા વર્ષે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કરણનગર રોડ પરથી ભવ્ય શોભાયાત્રા નીકળતા શહેરમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. આ સ્થળે દસ દિવસ સુધી ધાર્મિક તેમજ રાત્રિ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

કડીના મારુતિ નંદન મંદિર, જે ગાયકવાડ સરકારના સમયથી અસ્તિત્વમાં છે, ત્યાં પણ દસ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો દિવસ-રાત દર્શન માટે આવી રહ્યા છે. ખાસ કરીને મારુતિ નંદન મંદિરે આ વર્ષે ગણેશ મહોત્સવનું 101મું વર્ષ ઉજવાઈ રહ્યું છે. આ અવસરે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી, જે કડી શહેર માટે ગૌરવનો ક્ષણ બની રહ્યો.

કડી શહેરમાં ગણેશોત્સવની આ ભવ્ય ઉજવણી શ્રદ્ધા, ભક્તિ અને સાંસ્કૃતિક એકતાનો અનોખો સંદેશ આપતી જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande