બીએસએફ જવાનો સાથે ગણેશ પૂજન, સન્માન અને શુભકામનાઓ
મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા ખાતે સાંસદ મયંકભાઈ નાયકએ શિવાલયમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશજીનું પૂજન કરીને શહેર, જિલ્લા, રાજ્ય અને સમગ્ર દેશના સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે ગણેશ ચતુર્થીનો આ પર્વ દરેક પ્રકારના વિઘ્નો અને સંક
બીએસએફ જવાનો સાથે ગણેશ પૂજન, સન્માન અને શુભકામનાઓ


બીએસએફ જવાનો સાથે ગણેશ પૂજન, સન્માન અને શુભકામનાઓ


મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા ખાતે સાંસદ મયંકભાઈ નાયકએ શિવાલયમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશજીનું પૂજન કરીને શહેર, જિલ્લા, રાજ્ય અને સમગ્ર દેશના સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે ગણેશ ચતુર્થીનો આ પર્વ દરેક પ્રકારના વિઘ્નો અને સંકટો દૂર કરીને સમાજ અને રાષ્ટ્રની પ્રગતિને બળ આપતો તહેવાર છે. સાથે જ તેમણે સૌ શ્રદ્ધાળુઓને ઇકો-ફ્રેન્ડલી ગણેશ સ્થાપન કરવાની અપીલ કરી, જેથી પર્યાવરણનું જતન પણ થાય અને ભક્તિમાં સમર્પણ સાથે પ્રકૃતિ પ્રત્યે જવાબદારીનું નિભાવ પણ થઈ શકે.

આ અવસરે બીએસએફના જવાનો સાથે ખાસ ગણેશોત્સવ ઉજવાયો. મયંકભાઈ નાયકે ઓપરેશન સિંદૂર યાદ કરીને જવાનોની સેવા અને શૌર્યને બિરદાવ્યા તથા તેમને સન્માનિત કર્યા. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના જવાનો રાષ્ટ્રની સુરક્ષા, આન-બાન અને શાન માટે સતત કાર્યરત છે, જેને લઈને સમગ્ર દેશ ગૌરવ અનુભવે છે. ગણેશોત્સવ દરમિયાન જવાનો સાથેની આ વિશેષ ઉજવણી અનોખો સંદેશ આપતી જોવા મળી

.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande