ગીર સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.) ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર (દાતાઓ) દ્વારા ટી.બી.ના દર્દીઓને દત્તક લઇ ૬ મહિના સુધી રાશનકીટ આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાને પણ ટી.બી.મુક્ત બનાવવા માટે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અભિયાનરૂપે કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ અભિયાનમાં ધારાસભ્ય ભગવાન બારડ પણ સહભાગી થયા છે અને સુત્રાપાડા, તાલાલાના તમામ ટી.બી. દર્દીઓને ૬ માસ સુધી ગોળ, ઘી, સીંગતેલ, ચણા, મગ, તુવેરદાળ, ચોખા સહિતની ૧૧ કિલોની રાશન કીટનું વિતરણ કરવા આવી રહ્યું છે. બન્ને તાલુકાના ટી.બી.તમામ દર્દીઓને તેમની ટીમ દ્વારા ઘરે રાશન પહોંચાડવામાં આવશે.
આ અંગે જિલ્લા ક્ષય અધિકારી શીતલ રામે જણાવ્યું હતું કે, ધારાસભ્યદ્રારા રાહુલ રામભાઈ બારડ મેમોરીયમ ટ્રસ્ટ થકી સૂત્રાપાડા તથા તાલાલા તાલુકાના તમામ ટી.બી. દર્દી માટે નિક્ષય મિત્ર બની ૬ મહીના થી ૧ વર્ષ તેમજ જયાં સુધી દર્દીને દવા ચાલશે ત્યા સુધી દર મહિને પોષણયુક્ત રાશન કીટ આપવામાં આવશે.
આ રાશન કીટમાં ગોળ, ઘી, સીંગતેલ, સીંગદાણા, ચણા, મગ, તુવેરદાળ, ચોખા એમ કુલ ૧૧ કિલોની કીટ દર મહિને ધારાસભ્યના કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈને રાશન કીટનું વિતરણ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ