કેરાલીયન સમાજે વેરાવળમાં રક્તદાન કેમ્પ યોજી કર્મભૂમિ કાજે યોગદાન આપ્યું.
ગીર સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથના વેરાવળ શહેરમાં દેશભરના તમામ રાજ્યોમાંથી ધંધાર્થે સેટ થયેલા અનેક સમાજો પૈકી કેરલા રાજ્યના કેરાલીયન સમાજે પોતાની કર્મભૂમિ ખાતે રક્તદાન કેમ્પ યોજવા જિલ્લામાં આરોગ્યની સેવા રાહત દરે આપતી સંસ્થા ઇન્ડિયન રેડ ક્રોસ સ
કર્મભૂમિ કાજે યોગદાન આપ્યું


ગીર સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથના વેરાવળ શહેરમાં દેશભરના તમામ રાજ્યોમાંથી ધંધાર્થે સેટ થયેલા અનેક સમાજો પૈકી કેરલા રાજ્યના કેરાલીયન સમાજે પોતાની કર્મભૂમિ ખાતે રક્તદાન કેમ્પ યોજવા જિલ્લામાં આરોગ્યની સેવા રાહત દરે આપતી સંસ્થા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને રક્તદાન અર્પણ કરવા અયયાપ્પા મંદિર કારડીયા બોર્ડિંગ પાસે વેરાવળ ખાતે રક્તદાન શિબિર યોજવા સમાજના પ્રમુખ પ્રબલનભાઈ , સેક્રેટરી રાજેન્દ્રભાઈ, ટ્રેઝરર શશીભાઈ, સહીત કારોબારી સભ્યો ભાઈઓ બહેનોએ થેલેસેમિય બાળકો તેમજ ઇમરજન્સી ઓપરેશનમાં ઉપયોગી થવા હેતુથી રક્ત જમા કરાવેલ.

આ તકે રેડ ક્રોસ ચેરમેન અતુલ એમ કાનાબાર, રેડ ક્રોસ સ્ટેટ બ્રાન્ચ અમદાવાદ ના ડિઝાસ્ટર ડિરેક્ટર તુષારભાઈ ઠક્કર, પોરબંદર જીલ્લા આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડો.જયદીપ લાખાણી, રેડ ક્રોસ સેક્રેટરી ગિરીશ ઠક્કર,પરાગ ઉનડકટ, અનિષ રાચ્છ, સંજય દાવડા, ગિરીશ પટેલ, વિમલ ગજ્જર, રાજેશભાઈ પટેલ, કેતન ટાંક સહિત રેડ ક્રોસના ડો.ખેવના કારાવાડીયા, નિકિતાબેન, ઈશિતાબેન, દિવ્યેશભાઈ સુરેશભાઈ, દીપકભાઈ સહિતનાઓ ઉપસ્થિત રહી કેરાલીયન સમાજના આ સેવાકીય કાર્યને બિરદાવા સન્માન પત્ર થી સન્માનિત કરેલ દરેક સમાજ રક્તદાન કેમ્પ યોજી જિલ્લામાં રક્તની ઉણપને પુરી કરવા આગળ આવે તેવી શુભકામનાઓ પાઠવેલ હોવાનું સેક્રેટરી ગિરીશ ઠક્કરની એક યાદીમાં જણાવ્યું છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande