ગીર સોમનાથ પોલીસ સ્ટેશન દ્વારા આગામી ગણેશ ચતુર્થી તથા ઇદે મીલાદે તહેવારો સબબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે અનુસંધાને શાંતી સમીતીની મીટીંગ યોજાઇ
ગીર સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ તથા ઉના વિભાગીય પોલીસ અધિકારીશ્રી એમ. એફ .ચૌધરી નાઓ દ્રારા આગામી ગણેશ ચતુર્થી તથા ઇદે મીલાદે તહેવારો સબબ અત્રેના જીલ્લા
ગીર સોમનાથ પોલીસ સ્ટેશન દ્વારા આગામી ગણેશ ચતુર્થી તથા ઇદે મીલાદે તહેવારો સબબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે અનુસંધાને શાંતી સમીતીની મીટીંગ યોજાઇ


ગીર સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ તથા ઉના વિભાગીય પોલીસ અધિકારીશ્રી એમ. એફ .ચૌધરી નાઓ દ્રારા આગામી ગણેશ ચતુર્થી તથા ઇદે મીલાદે તહેવારો સબબ અત્રેના જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે આયોજકો તેમજ દરેક સમાજનાં આગેવાનો સાથે શાંતી સમીતીની મીટીંગ યોજવા સુચના આપવામાં આવેલ હોય તે અનુસંધાને,

આજ રોજ પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા નાઓ દ્વારા ઉના શહેરના તમામ સમાજ/ધર્મના આગેવાનોને ઉના પોલીસ સ્ટેશન ખાતે બોલાવી શાંતી સમીતીની મીટીંગનું આયોજન કરવામાં આવેલ. અને આ મીટીંગમાં ગણેશ ચતુર્થીના તહેવાર સબબ ગણેશજીની સ્થાપના/વિસર્જનના આયોજકો તથા ઇદે મીલાદે સબબ મુસ્લીમ સમાજના આગેવાનોને જરૂરી માર્ગદર્શન સુચનાઓ આપવામાં આવેલ તેમજ ઉના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને હિંદુ-મુસ્લિમ સમાજના લોકોમાં ભાઇચારાની ભાવાના જળવાઇ રહે તેમજ કોઇ પણ ધર્મની ધાર્મિક લાગણી ન દુભાઇ તેવી કોઇ પોસ્ટ સોશિયલ મિડિયામાં વાઇરલ ન થાય તેમજ શાંતિ પૂર્વક તહેવારોની ઉજવણી કરવા આયોજકો/આગેવાનોને અનુરોધ કરવામાં આવેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande