પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં વહુએ 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને પોતાની સાસુ પર થતા પતિના ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં અભયમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મહિલાએ જણાવ્યું કે તેમના પતિ દારૂના નશામાં તેમને મારઝૂડ કરે છે અને ખોટા આરોપો લગાવે છે કે તેઓ પતિ તરીકેની ફરજો નિભાવતી નથી.
મહિલાના જણાવ્યા મુજબ, તેઓ ચાર દીકરીઓ અને એક દીકરાની માતા છે. તેમના પતિ કોઈ કામધંધો કરતા નથી અને દીકરાની ગેરહાજરીમાં વધુ ત્રાસ આપે છે. તેઓ લાંબા સમયથી ઘરમાં થતા ત્રાસથી મુક્તિ માંગતા હતા.
181 અભયમની ટીમે પતિને કાયદાકીય જોગવાઈઓની સમજ આપી અને ઘરેલુ હિંસાના ગંભીર પરિણામો વિશે વાકેફ કર્યા. સ્થળ પર કાઉન્સેલિંગ કર્યા બાદ પતિએ ભવિષ્યમાં આવું વર્તન ન કરવા બાબતે બાંહેધરી આપી. અંતે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ