પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર શહેરમાં આજે સૌભાગ્યવતી મહિલાઓએ કેવડાત્રીજના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી. શહેરમાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજની અંબાવાડી ખાતે મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા વિધિવત રીતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સિદ્ધપુર મહિલા મંડળ પ્રમુખ પ્રકાશ બેન ઠાકર, પ્રજ્ઞાબેન ઠાકર, હર્ષાબેન શુક્લ, પ્રફુલાબેન પંડ્યા, દીપિકાબેન ઠાકર, અલકાબેન જોશી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આંબાવાડી ખાતે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા 50 જેટલી વ્રતધારી મહિલાઓની સામૂહિક પૂજાવિધિ કરાવી હતી. જેમાં વ્રતધારી મહિલાઓએ માટીમાંથી પાળેશ્વર મહાદેવ, કાચબો અને નદીની પ્રતિમા બનાવી. બ્રાહ્મણોએ સમૂહમાં પૂજાવિધિ કરાવી અને વ્રતની ઉજવણી સંપન્ન થઈ. આમ સિદ્ધપુર શહેરમાં કેવડાત્રીજના વ્રતની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ