પોરબંદર જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી માટેનું આયોજન.
પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)તા.29 ઓગસ્ટના દિવસને દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે દર વર્ષ ઉજવવામાં આવે છે. સરકારના માર્ગદર્શન મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય રીત
પોરબંદર જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી માટેનું આયોજન.


પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)તા.29 ઓગસ્ટના દિવસને દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે દર વર્ષ ઉજવવામાં આવે છે.

સરકારના માર્ગદર્શન મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય રીતે ઉજવવામાં આવે તે માટે તા.29 ઓગસ્ટથી તા.31 ઓગસ્ટ દરમ્યાન જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજનો કરવામાં આવેલ છે. જિલ્લાના તમામ નાગરિકો વિવિધ કાર્યક્રમો અને રમતોમાં સહભાગી બનીને રમતગમતનું વાતાવરણ ઉભું કરે તે માટે જિલ્લા કલેકટરએ ખાસ અપીલ કરી છે.

તા.29 ઓગસ્ટના રોજ સવારે 7:30 કલાકે મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ, ફીટ ઇન્ડિયા પ્રતિજ્ઞા લેવામાં આવશે. ત્યારબાદ એક ઘંટા ખેલ કે મેદાન મેં” અંતર્ગત જુદી-જુદી ટીમ રમતો તથા પરંપરાગત રમતો જિલ્લાની તમામ શાળા, કોલેજોમાં યોજાશે. જિલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષા તથા શહેરી વિસ્તારમાં વોર્ડ કક્ષા કાર્યક્રમ અને રમતો રમવાનું આયોજન કરાયું છે. સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે 8.00કલાકે મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ ફીટ ઇન્ડિયા પ્રતિજ્ઞા અને જિલ્લાકક્ષાની શાળાકીય હોકી સ્પર્ધા યોજાશે.

તા.30 ઓગસ્ટના રોજ જાહેર જનતા માટે સવારે 6.00 કલાકે નટવરસિંહજી ગાર્ડન ખીજડી પ્લોટ ખાતે યોગા સેશન અને સાંજે 6:00 કલાકથી પરંપરાગત રમતો (ફન સ્ટ્રીટ)નું જાહેર જનતા માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ JCI પ્લસ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે સ્કેટિંગ રીંગ પાસે, ચોપાટી પોરબંદર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

તા.30 ઓગસ્ટના રોજ સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે 8.00 કલાકે અધિકારી અને કર્મચારીઓ વચ્ચે રસ્સાખેંચ, બેડમિન્ટન, ટેબલ ટેનીસ, આર્ચરી, માટલા ફોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી રમતો રમવાનું આયોજન કરાયું છે.

તા.30 ઓગસ્ટમાં રોજ સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે સવારે 9.00 કલાકે તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા લોકાપર્ણ કરવામાં આવેલ એથ્લેટીક્સ ટ્રેક તેમજ ફૂટબોલ ગ્રાઉન્ડની જાહેર જનતા માટે મુલાકાત માટે ખુલ્લુ મૂકાશે. જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્કુલ લેવલ સ્પોર્ટ્સ ડીબેટ, ફિટનેસ ટોક્સ, સ્થાનિક રમતોની સ્પર્ધાઓ રમવાનું આયોજન કરાયું છે.

તા.31 ઓગસ્ટના રોજ સવારે 7 કલાકે ધી દુલીપ સ્કુલ ઓફ ક્રિકેટથી સાયકલ રાઈડ (સન્ડે ઓન સાયકલ)માં જાહેર જનતાને જોડાવા અને તે માટે સાયકલ સાથે સવારે 6:30 કલાકે સદર સ્થળે હાજર રહેવા કલેક્ટરએ અપીલ કરી છે.

કુતિયાણા અને રાણાવાવ તાલુકા ખાતે સ્થાનિક પરંપરાગત રમતો જેવી કે લંગડી, ખો-ખો, ગીલી દંડો, લખોટી, ભમરડો, દોરડાકુદ, સંગીત ખુરશી વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.પોરબંદર જિલ્લામાં શાળા, કોલેજ, યુનીવર્સીટી, એસોસીએશન, કલબોના વધુમાં વધુ ખેલાડીઓ, બાળકો, નાગરિક, સિનિયર સીટીઝન તેમજ દિવ્યાંગ ખેલાડીઓ પણ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં ભાગ લે તેમજ આગામી ખેલમહાકુંભ 2025-26 અંતર્ગત પણ રજીસ્ટ્રેશનમાં વધુમાં વધુ ખેલાડીઓ સહભાગી બને તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ છે.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અનુલક્ષીને તા:29-08-2025 થી 31-08-2025દરમ્યાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરાયું. જેનો મુખ્ય હેતુ સ્પર્ધાના માધ્યમથી રમતગમતનું વાતાવરણ ઉભું થાય, રમતના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રમાં શાળા, ગ્રામ્ય, તાલુકા, જિલ્લામાં આગળ આવી રાજ્યને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતી કરે તેમજ શારીરિક સ્વાથ્યને તંદુરસ્ત રાખવાનો સરકારનો ઉમદા આશય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande