પાટણ શહેરના અંબાજી નેળિયામાં, લોકભાગીદારીથી ખાડાઓનું સમાધાન: નાગરિક જવાબદારીની અનોખી પહેલ
પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરના અંબાજી નેળિયા વિસ્તારમાં રસ્તાના ખાડાઓથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વિસ્તારના સી.સી. રોડમાં પડેલા ખાડાઓની સમસ્યાને લઈ નગરપાલિકાના કોર્પોરેટર જયેશભાઈ પટેલે લોકભાગીદારીથી આ સમસ્યાનું
પાટણ શહેરના અંબાજી નેળિયામાં લોકભાગીદારીથી ખાડાઓનું સમાધાન: નાગરિક જવાબદારીની અનોખી પહેલ


પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરના અંબાજી નેળિયા વિસ્તારમાં રસ્તાના ખાડાઓથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વિસ્તારના સી.સી. રોડમાં પડેલા ખાડાઓની સમસ્યાને લઈ નગરપાલિકાના કોર્પોરેટર જયેશભાઈ પટેલે લોકભાગીદારીથી આ સમસ્યાનું ઉકેલ લાવવાની પહેલ હાથ ધરી છે.

'બધું નગરપાલિકા જ કરશે' જેવી માનસિકતાથી આગળ વધી, જયેશભાઈએ આસપાસના નાગરિકોનો સહયોગ મેળવી ખાડાઓ કેમિકલ સોલ્યુશનથી ભરવાની કામગીરી શરૂ કરી છે. આ પ્રયાસથી માત્ર રસ્તાની સ્થિતિ સુધરી છે નહીં પરંતુ નાગરિકોમાં પણ પોતાની જવાબદારીની સમજ ઉદ્દભવી છે.

આ કાર્ય દ્વારા સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચ્યો છે કે જો નાગરિકો અને પ્રતિનિધિઓ સહકાર આપે તો સ્થાનિક સમસ્યાઓના ઝડપી ઉકેલ શક્ય બને છે. અંબાજી નેળિયાની આ પહેલ અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande