રજાના દિવસોમાં રાણાવાવ જનસેવા કેન્દ્ર ચાલુ રહેશે.
પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)હાલ આંગણવાડીના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હોય જેમાં બહેનોને રહેઠાણના પુરાવા તરીકે મામલતદારના રહેઠાણના દાખલાની જરૂરત પડતી હોય છે. ત્યારે આ દાખલો કઢાવવા બહેનોની જનસેવા કેન્દ્રમાં લાંબી લાઈન લાગતી હોય છે. ત્યારે આદિત્યાણાના નગર
રજાના દિવસોમાં રાણાવાવ જનસેવા કેન્દ્ર ચાલુ રહેશે.


પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)હાલ આંગણવાડીના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હોય જેમાં બહેનોને રહેઠાણના પુરાવા તરીકે મામલતદારના રહેઠાણના દાખલાની જરૂરત પડતી હોય છે. ત્યારે આ દાખલો કઢાવવા બહેનોની જનસેવા કેન્દ્રમાં લાંબી લાઈન લાગતી હોય છે. ત્યારે આદિત્યાણાના નગરપાલિકાના સદસ્ય માલદેભાઈ પરબતભાઈ મોઢવાડિયાએ રાણાવાવના ઇન્ચાર્જ મામલતદાર રામદેભાઈ રામને રજુઆત કરી રજાના દિવસોમાં પણ જનસેવા કેન્દ્ર શરુ રાખવા તેમજ એક ને બદલે બે ઓપરેટર રાખવા રજુઆત કરી હતી જેથી આવતી બહેનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. રામદેભાઈ રામે આ રજૂઆતને ધ્યાને લઇ આવતી કાલે રજાના દિવસમાં પણ જનસેવા કેન્દ્ર શરુ રાખવા તેમજ બે ઓપરેટર રાખવાની ખાતરી આપી હતી. તેમની આ કામગીરી બદલ માલદેભાઈએ મામલતદારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande