જામનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના એક આસામી પાસેથી નિવૃત્ત પોલીસ કર્મચારીએ રૂ.૩ લાખ હાથઉછીના લઈ આપેલો ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના હરીસિંહ દોલતસિંહ પરમાર નામના આસામીએ નિવૃત્ત પોલીસ કર્મચારી દિનેશ પુરૂષોત્તમ ગોસાઈને નાણાકીય જરૂરિયાત ઉભી થતા સંબંધદાવે હાથઉછીના રૂ.૩ લાખ આપ્યા હતા. તે રકમની પરત ચૂકવણી માટે દિનેશ પુરૂષોત્તમ ગોસાઈએ ચેક આપ્યો હતો.
તે ચેક પરત ફર્યાની હરીસિંહ દોલતસિંહ પરમારે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી દિનેશ ગોસાઈને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt