વિસનગર શહેરથી અંબાજી જતા માર્ગ પર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સેવા કેમ્પ
મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિસનગર શહેરથી અંબાજી તરફ જતા કડા ગાંધીનગર રોડ પર આવતા 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પનો શુભારંભ 31 ઓગસ્ટે સાંજે 5 વાગ્યે
વિસનગર શહેરથી અંબાજી જતા માર્ગ પર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સેવા કેમ્પ


વિસનગર શહેરથી અંબાજી જતા માર્ગ પર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સેવા કેમ્પ


મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિસનગર શહેરથી અંબાજી તરફ જતા કડા ગાંધીનગર રોડ પર આવતા 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પનો શુભારંભ 31 ઓગસ્ટે સાંજે 5 વાગ્યે થશે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં ગુજરાતભરમાંથી લાખો યાત્રાળુઓ અંબાજી પગપાળા જતા વિસનગર શહેર થઈ પસાર થાય છે, જેને ધ્યાનમાં રાખીને છેલ્લા પાંચ વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે પણ યાત્રાળુઓ માટે ભોજન, ચા-નાસ્તો, મેડિકલ સેવા અને આરામની સુવિધાઓ સાથે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પ્રોત્સાહન અપાશે. ઉપરાંત, સેવા કેમ્પમાં ગુજરાતના જાણીતા કલાકારોના લાઈવ ગરબા અને સંગીત કાર્યક્રમોનું પણ આયોજન થશે. વિસનગર શહેર પ્રમુખ લાલાજી ઠાકોરે ભક્તોને આ સેવા કેમ્પનો લાભ લેવા અપીલ કરી છે

.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande