મોડાસા, 27 ઓગસ્ટ (હિ.સ.)
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ ગામની મુલાકાત લેવામાં આવી હતી. ઉપરવાસના ભારે વરસાદના કારણે ખેડબ્રહ્માના દેરોલ તેમજ આસપાસના વિસ્તારોમાં નુકસાન થયેલ હોવાનું સામે આવ્યું હતું.
કલેક્ટરશ્રીએ સ્થળ પર જઈને ગામજનોની સ્થિતિની માહિતી મેળવી અને થયેલ નુકસાનનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસી જવું, ખેતીને નુકસાન થવું જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી.
જિલ્લા કલેક્ટર એ ખેડૂતોને થયેલ પાક નુકસાન અંગે સર્વે ઝડપથી પૂર્ણ કરી સરકારની નીતિ અનુસાર જરૂરી સહાય પૂરી પાડવામાં આવે તે માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ