પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)ગણેશ ચતુર્થીના પવન પર્વ નિમિતે સુદામાનગરી પોરબંદરમાં બાપાનું આગમન થઈ ચકયું છે ત્યારે સુદામાનગરીમાં ભાવિકોએ ઢોલ-નગાડા સાથે બાપાનું આગમન કર્યું હતું. આજે દરેક ભક્તના હૃદયમાં એક જ આનંદ છે આપણા ઘેર, આપણા પંડાલમાં, આપણા શહેરમાં ગણેશજી પધારી રહ્યા છે. બાપાના આગમન સમયે શંખના નાદ અને ઢોલ-તાશાના ગજાનાદ વચ્ચે, ગલીઓમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા' ના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા અને પોરબંદરના દરેક ખૂણે ભક્તિનો રંગ છવાઈ ગયો છે.ઘેરઘેર ગણેશજીની સ્થાપના થઈ રહી છે. શણગારેલા પંડાલો પ્રકાશથી ઝગમગી રહ્યા છે અને ભાવિક ભક્તો પ્રેમથી બાપ્પાને મોડક અને લાડુ નો ભોગ ધરાવી રહ્યા છે આગામી થોડા દિવસ સુધી બાપ્પાનો ઉત્સવ ભક્તિ, આનંદ અને એકતાનો સંદેશ આપતો રહેશે. અને સુદામાનગરીનું વાતાવરણ ભક્તિમય બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya