શંખેશ્વર મહાતિર્થે પર્યુષણ પર્વની પાવન પૂર્ણાહુતિ, મિચ્છામી દુક્કડમ સાથે ધાર્મિક ભાવના સાથે સંપન્ન થઈ
પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)શંખેશ્વર તીર્થ પર શ્વેતાંબર જૈન સમાજ દ્વારા પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ મિચ્છામી દુક્કડમ સાથે ધાર્મિક ભાવના સાથે સંપન્ન થઈ હતી. પૂણ્યરત્ન મહારાજ અને નયશેખર મહારાજના પાવન સાનિધ્યમાં ચાતુર્માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજ
શંખેશ્વર મહાતિર્થે પર્યુષણ પર્વની પાવન પૂર્ણાહુતિ મિચ્છામી દુક્કડમ સાથે ધાર્મિક ભાવના   સાથે સંપન્ન થઈ


શંખેશ્વર મહાતિર્થે પર્યુષણ પર્વની પાવન પૂર્ણાહુતિ મિચ્છામી દુક્કડમ સાથે ધાર્મિક ભાવના   સાથે સંપન્ન થઈ


શંખેશ્વર મહાતિર્થે પર્યુષણ પર્વની પાવન પૂર્ણાહુતિ મિચ્છામી દુક્કડમ સાથે ધાર્મિક ભાવના   સાથે સંપન્ન થઈ


પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)શંખેશ્વર તીર્થ પર શ્વેતાંબર જૈન સમાજ દ્વારા પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ મિચ્છામી દુક્કડમ સાથે ધાર્મિક ભાવના સાથે સંપન્ન થઈ હતી. પૂણ્યરત્ન મહારાજ અને નયશેખર મહારાજના પાવન સાનિધ્યમાં ચાતુર્માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સંવત્સરીના દિવસે બપોરે 3 વાગ્યે પ્રતિક્રમણ યોજાયું, જેમાં શ્રાવક-શ્રાવિકાઓએ પરસ્પર મિચ્છામી દુક્કડમ આપીને ક્ષમા યાચના કરી હતી. આ અવસરે શ્રીફળની પ્રભાવન પણ કરવામાં આવી હતી.

સવારે 9 વાગ્યે બારસાસૂત્રની અષ્ટપ્રકારી પૂજાનું આયોજન થયું હતું. તેમાં જ્ઞાનની પાંચ પૂજાઓ સાથે ગુરુદેવને બારસાસૂત્ર વહોરાવવામાં આવ્યું અને પછી ગુરુપૂજન તથા બારસાસૂત્રના પઠનનો કાર્યક્રમ યોજાયો હતો. મુનિરાજ નયશેખર મહારાજે ક્ષમાપનાનું મહત્વ સમજાવતાં કહ્યું કે ક્ષમાપના એ સર્વ જીવો સાથેના વેરનો અંત છે અને ક્ષમા આપવાથી જીવન સ્વર્ગ સમાન બની જાય છે. આજના સમયમાં મહાવીર સ્વામીના મૈત્રીના સંદેશની વધુમાં વધુ જરૂર છે.

શંખેશ્વર ખાતે પાર્સ્વનાથ પ્રભુની આંગીનો શણગાર અત્યંત ભવ્ય રીતે કરવામાં આવ્યો હતો. આ આંગીમાં કેસર, ચંદન, ઝરી, વાદલું મોતી, સોના-ચાંદીના વરખ, ૧૦૮ દીપક અને ફૂલોનો સમાવેશ થયો હતો. શ્રી અષાઢીય પાર્શ્વનાથ દેરાસરમાં આંગીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. સાંજે આશ્રિત ભક્તોએ પરમાત્માની આંગીના દર્શન કરીને ધાર્મિક ભાવનાનો અનુભવ કર્યો હતો.

પર્યુષણ પર્વ દરમિયાન પાટણ શહેરના વિવિધ જિનાલયોમાં પણ પ્રવચનમાળાઓનું આયોજન થયું હતું. જુદા જુદા જૈન મહારાજ સાહેબોની નિશ્રામાં શ્રાવક-શ્રાવિકાઓએ તપ અને ત્યાગ દ્વારા જીવનને ધન્ય બનાવવાનો સંકલ્પ લીધો હતો. શંખેશ્વર તીર્થના જહાજ મંદિર એન્કરવાલા ધામ ખાતે પૂણ્યરત્ન મહારાજ અને નયશેખર મહારાજ ચાતુર્માસ માટે બિરાજમાન છે અને તેમની નિશ્રામાં આ પવિત્ર પર્વ ભાવભક્તિ સાથે ઉજવાયું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande