જામનગરના મહેતા પરિવારની પુત્રવધૂ દ્વારા માસક્ષમણની કઠીન આરાધના
જામનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : જિનાશાસનની સૌથી ઉગ્ર તપસ્યામાંથી એક તપસ્યા એટલે માસક્ષમણ ૩૦ દિવસ સુધી માત્ર ઉકાળેલા પાણીનો સંયમિત .પયોગ થકી થતા આ તપને મહામૃત્યુંજ્ય તપ પણ કહેવાય છે. કર્મની નિર્જરા માટે થતા આ મંગલકારી તપને લીધે આત્માનું કલ્યાણ થતું હોવાનો
માસક્ષમણ


જામનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : જિનાશાસનની સૌથી ઉગ્ર તપસ્યામાંથી એક તપસ્યા એટલે માસક્ષમણ ૩૦ દિવસ સુધી માત્ર ઉકાળેલા પાણીનો સંયમિત .પયોગ થકી થતા આ તપને મહામૃત્યુંજ્ય તપ પણ કહેવાય છે. કર્મની નિર્જરા માટે થતા આ મંગલકારી તપને લીધે આત્માનું કલ્યાણ થતું હોવાનો જૈનધર્મના ર૪ માં તિર્થકર મહાવીર સ્વામીનો ઉપદેશ છે.

પ્રફુલભાઈ લાલચંદભાઈ મહેતા ના પુત્રવધૂ અમિષાબેન વિશાલભઈ મહેતાએ નાની વયે સૌથી ઉગ્ર ગણાતા મહામૃત્યુંજ્ય તપ (માસ ક્ષમણ-૩૦ ઉપવાસ) વ્યવહારદક્ષ પૂજ્ય આચાર્યદેવ મતિચંદ્ર સાગર સુરીશ્વરજી મ.સા., શ્રી મુનિરાજવ શ્રુતચંદ્ર સાગર મ.સા. તથા સાધ્વીજી સુરક્ષા સાગરજી મ.સા. (આદિઠાણા) ની પાવન નિશ્રામાં અને રૂણી તીર્થોદ્વારક પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી કલ્પજયસુરીશ્વરજી મ.સા.ના કૃપાપાત્ર શિષ્યરત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી શીલરત્નસૂરીશ્વરજી મ.સા.ના મંગલ આશિષથી અતિ ઉગ્ર અને કઠિન ગણાતા મહામૃત્યુંજ્ય મહા તપના ૩૦ ઉપવાસ પૂર્ણ કરશે અને તા. ર૮/૮ ના પારણા થશે. આ અવસરે સંતો-મહંતો સહિતના ભાવિકો તપોત્સવ કાર્યક્રમમાં જોડાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande