પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)મિયાણી ભાવપરા વચ્ચે જે નીજોર કેનાલની ખેડૂતની માગણી હતી જેની ખાતરી રામદેવભાઈ મોઢવાડિયા એ આપતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લાના મિયાણી અને ભાવપરા ગામની વચ્ચે ખેડૂતોની વર્ષો જૂની સમસ્યા હતી જે નીજોર કેનલ બનાવવા બાબત આ બાબત વર્ષોથી ખેડૂતો અનેક વખત રજૂઆત કરવામાં આવી રહી હતી જેને લઈને આજે રામદેવભાઈ મોઢવાડિયા વિસ્તારના ખેડૂતો સાથે બેસી અને ચર્ચા કરી હતી અને આગામી ટૂંક સમયમાં જ નિજોર કેનાલ નું કામ શરૂ કરી દેવામાં આવશે 1.35 લાખ ફાળવ્યા કેનાલ માટેપોરબંદર જિલ્લાના મિયાણી અને ભાવપરા ગામના અંદાજિત 4000 જેટલા વીઘામાં દર વર્ષે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી દર વખતે ચોમાસુ પાક નિષ્ફળ જાય છે.
આ બાબત અનેક વખત ખેડૂતોએ રજૂઆતો કરી હતી ત્યારે આ વિસ્તારમાં ભારે વરસાદ પડે ત્યારે ઉપરવાસના ડેમો સાની અને વર્તુ 2 ડેમોના પાણી પણ આ વિસ્તારમાં આવે છે. મેઢાક્રીક ડેમમાં પાણી આવતા ત્યારબાદ આ વિસ્તારોમાં પાણીનો ભરાવો થાય છે તેને લઈને ચાર ચાર પાંચ પાંચ દિવસથી આવી વિસ્તારોમાં ગેરસામા પાણી ભરાઈ રહે છે. જેને પગલે મગફળીનો પાક દર વર્ષે નિષ્ફળ જાય છે ત્યારે આ બાબતને લઈને હાલ ખેડૂતોની સમસ્યા ધ્યાનમાં લઈને રામદેવભાઈ મોઢવાડિયા એ આજે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા ત્યારબાદ રામદેવભાઈ મોઢવાડિયા એ ખેડૂતોને ખાતરી આપી કે દિવાળી સુધીમાં આ કેનાલનું કામ શરૂ કરાવી આપવામાં આવશે જેને લઈને હાલ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી ત્યારબાદ રામદેવભાઈ મોઢવાડિયા, આવડા ભાઈ ઓડેદરા તમેજ સિંચાઈના અધિકારી પથીક ઓડેદરા સહિતનાઓએવિસ્તારની મુલાકાત લઇ અને સ્થિતિ નો તાગ મેળવ્યો હતો ખેડુતોના પ્રશ્નોનુ આગામી દિવસોમા નિરકારણ થશે જેને લાઇ ભારે ખુશી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya