મહેસાણા મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ અર્બન બેંકની પેટા ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો વિજય – ડી.એમ. પટેલ ચેરમેન અને આનંદ પટેલ વાઈસ ચેરમેન બન્યા
મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)સહકારી બેંકિંગ ક્ષેત્રે રાજ્યભરમાં અગ્રેસર અને વાર્ષિક આશરે 15 હજાર કરોડ રૂપિયાના ટર્નઓવર ધરાવતી મહેસાણા મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ અર્બન બેંકની 8 ડિરેક્ટર પદોની ખાલી પડેલી બેઠકો માટે તાજેતરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. બેંકની 58 શાખ
મહેસાણા મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ અર્બન બેંકની પેટા ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો વિજય – ડી.એમ. પટેલ ચેરમેન અને આનંદ પટેલ વાઈસ ચેરમેન બન્યા


મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)સહકારી બેંકિંગ ક્ષેત્રે રાજ્યભરમાં અગ્રેસર અને વાર્ષિક આશરે 15 હજાર કરોડ રૂપિયાના ટર્નઓવર ધરાવતી મહેસાણા મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ અર્બન બેંકની 8 ડિરેક્ટર પદોની ખાલી પડેલી બેઠકો માટે તાજેતરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. બેંકની 58 શાખાઓમાં 150 બૂથો ઉપર યોજાયેલી આ ચૂંટણીમાં સરેરાશ 45.90 ટકા મતદાન નોંધાયું હતું. સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

મતગણતરી મહેસાણા ખાતે GIDC હોલમાં યોજાઈ હતી. તેમાં સત્તાધારી વિકાસ પેનલને પરાજિત કરીને પ્રતિસ્પર્ધી વિશ્વાસ પેનલના તમામ 8 ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. જેમાં ડાહ્યાભાઈ માનચંદદાસ પટેલ, આનંદભાઈ અનિલભાઈ પટેલ, જગદીશભાઈ મંગળભાઈ સોલંકી, ભાવનાબેન દશરથભાઈ પટેલ, કિરીટભાઈ ભુદરદાસ પટેલ, મનોજકુમાર કેશવલાલ પટેલ, ગોવિંદભાઈ અંબાલાલ પટેલ અને વસ્તારામ ત્રિભોવનદાસ પટેલનો સમાવેશ થાય છે.

ત્યારબાદ બેંકની સાધારણ સભામાં ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ. ચેરમેન પદ માટે ડી.એમ. પટેલ અને વાઈસ ચેરમેન પદ માટે આનંદ પટેલ દ્વારા એકમાત્ર ફોર્મ દાખલ થતાં તેઓની નિર્વિઘ્ન વરણી થઈ. આ વરણીને કેન્દ્રિય સહકાર વિભાગના રજિસ્ટ્રાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેન પોતાના હોદ્દાનો વિધિવત ચાર્જ સંભાળી લેવાના છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande