જામનગર ડિવિઝનના ધ્રોલ ડેપોને નવી 7 બસોની કરાઈ ફાળવણી
જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.): રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા ધ્રોળ એસ.ટી. ડેપોને સાત નવી બસ ફાળવવામાં આવી છે, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જામનગર એસ.ટી. વિભાગ હસ્તકના ધ્રોળ ડેપોને સાત નવી બસની ફાળવણી કરવામાં આવી હતી, જેનું ગઈકાલે ધારાસભ્ય મેઘજીભ
ધ્રોલ બસ


જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.): રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા ધ્રોળ એસ.ટી. ડેપોને સાત નવી બસ ફાળવવામાં આવી છે, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જામનગર એસ.ટી. વિભાગ હસ્તકના ધ્રોળ ડેપોને સાત નવી બસની ફાળવણી કરવામાં આવી હતી, જેનું ગઈકાલે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ લોકાર્પણ કર્યું હતું.

આ સમયે એસ.ટી. વિભાગના અધિકારીઓ, ટી.ડી.ઓ. જે.વી. ઈસરાણી, ડેપો મેનેજર આર.એ. શેખ, ધ્રોળ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા, ધ્રોળ શહેર ભાજપ પ્રમુખ હિરેન કોટેચા, નગરપાલિકાના પ્રમુખ વિનુભાઈ વાઘેલા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બ્રિજરાસિંહ જાડેજા, તાલુકાના પૂર્વ પ્રમુખ નવલભાઈ, કોર્પોરેટર સંજયસિંહ જાડેજા, શહેરના મહામંત્રી રૂતુ ગડારા, શહેરના ઉપપ્રમુખ સી.એમ. વરૂ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ઝંડી બતાવી બસને પ્રસ્થાન કરાવી હતી. આ તમામ બસ જામનગર, ભાવનગર, દાહોદ, ધાનપુર રૂટમાં દોડાવવામાં અવશે.

--------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande