નેશનલ સ્પોટ્સ ડે ની ઉજવણી અંતર્ગત તા.૩૦ ઓગસ્ટના પી.ટી.સી ગ્રાઉન્ડ, બિલખા રોડ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાશે
ગીર સોમનાથ 28 ઓગસ્ટ (હિ.સ.) હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ ૨૯ ઓગસ્ટને ૨૦૧૨ થી રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ભારત સરકાર દ્વારા જાહેર કરી ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર
નેશનલ સ્પોટ્સ ડે ની ઉજવણી અંતર્ગત તા.૩૦ ઓગસ્ટના પી.ટી.સી ગ્રાઉન્ડ, બિલખા રોડ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાશે


ગીર સોમનાથ 28 ઓગસ્ટ (હિ.સ.) હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ ૨૯ ઓગસ્ટને ૨૦૧૨ થી રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ભારત સરકાર દ્વારા જાહેર કરી ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢના માધ્યમથી રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી અંતર્ગત તા.૩૦ ઓગસ્ટના રોજ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૭ કલાકે પીટીસી ગ્રાઉન્ડ, બિલખા રોડ, જૂનાગઢ ખાતે ૧૦૦ મીટર દોડ, ગોળા ફેક, ફૂટબોલ, રસ્સા ખેંચની સ્પર્ધા યોજાશે. જેમાં સરકારી, અર્ધ સરકારી, સહકારી અને વ્યવસાયિક પ્રતિષ્ઠાનમાં કાયમી, કરાર આધારિત, આઉટસોર્સિંગ થી ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ વ્યવસાયિક એકમો તથા જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકોએ આ સ્પર્ધામાં ભાગ લેવા અને ફીટ ઇન્ડિયા મુવમેન્ટ માં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સરદાર પટેલ રમત સંકુલ ,ગાંધીગ્રામ, જૂનાગઢ કચેરી ખાતે તા. ૨૯/૮/૨૦૨૫ સાંજે ૬ કલાક સુધીમાં નોંધણી કરાવવાની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande