ગીર સોમનાથ 28 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં સ્કૂલ ગેમ્સ અંતર્ગત ક્રિકેટ ટીમ માં પી.એમ. રમળેચી પ્રા.શાળા નાં 2 વિદ્યાર્થીઓ ની જિલ્લા કક્ષાએ પસંદગી થઈ છે જે શાળા પરિવાર માટે ખૂબ ગૌરવપ્રદ ક્ષણ છે.ધોરણ 8 માં અભ્યાસ કરતા પરમાર ભવ્યેસ અને વાળા સ્મિત આ બંને બાળકો ક્રિકેટ માં સારું પ્રદર્શન કરતા તેઓ નું જિલ્લા ટીમ માં પસંદગી પામ્યા છે અને હવે આગળ અંતર રાજ્ય ટુર્નામેન્ટમાં ગીર સોમનાથ જિલ્લા ની ટીમ તરફ થી રમશે અને આગળ જતાં સારું પ્રદર્શન કરે એવી પી.એમ. રમળેચી શાળા પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ