અંબાજી, 28 ઓગસ્ટ (હિ. સ) અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના
મેળામાં લાખો ની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી ઉમટી પડશે ત્યારે તેમની સુરક્ષાને લઇ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત મોકડ્રિલ આયોજિત કરી સતર્કતા દાખવી રહી છે સંજોગો
વસાત અંબાજી મંદિરમાં બે આંતકવાદી ઘૂસ્યા હોવાની આજે મોડી સાંજે મોકડ્રિલ આયોજિત
કરવામાં આવી હતી જેને લઈ બનાસકાંઠા જિલ્લા BDDS,ક્યુઆરટી,SOG,ડોગ સ્કોર્ડ,ફાયર ફાઈટર તેમજ આરોગ્ય ની ટિમ સાથે મોકડ્રિલ યોજવામાં આવી હતી
જેમાં બે પોલીસ કર્મીઓ આંતકવાદી બનીને અંબાજી મંદિર માં ઘૂસ્યા હતા જેને લઇ
અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ મંદિરે પહોંચી બંને આયોજિત આંતકવાદીઓ ને પકડી
પાડવામાં સફળતા પ્રાપ્ત કરી હતી જેમાં એક આંતકવાદીનું મોત બતાવવામાં આવ્યું હતું
અને એકની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી હેન્ડ ગ્રેનેડ બૉમ્બ,ઘાતકી છરા,RDX
જેવા પદાર્થ મળી આવ્યા હોવાનું
પોલીસે નિદર્શન કર્યું હતું જયારે BDDS ટિમ તેમજઅન્ય પોલીસ મંદિરની સતત તપાસ સાથે વોચ કરી હતી જોકે આ
સંજોગે આગ લાગવાની ઘટના પણ નિદર્શન કરાઈ હતી જેમાં મંદિરમાં ઉપસ્થિત લોકોને
સાવચેતી પૂર્વક ઈંજરજન્સી દરવાજા થી બહાર કાઢયા હતા અને ફાયર ફાઈટર દ્વારા આગ ને
કાબુમાં લેવામાં આવી હતી જોકે સમગ્ર ઘટના ના અંતે અંબાજી પોલીસ ઇન્સ્પેકટર આરબી
ગોહિલે મેળાના પગલે સતર્કતા માટે મોકડ્રિલ હોવાનું જાહેર કર્યું હતું અને આગ અને
આંતકવાદીકાલ્પનિક
બન્યાહોવાનું આર બી ગોહિલ (પોલીસ ઇન્સ્પેકટર)અંબાજી એ જણાવ્યું હતું
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ