અંબાજી, 28 ઓગસ્ટ (હિ. સ) અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના
મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સૌપથમ સંઘની શરૂઆત અંબાજીગામના આસપાસ
ના 51 ગામના
ડુંગરી ગરાસિયા સમાજના લોકો દ્વારા ધજા ચઢાવવાની શરૂઆત કરવામાં આવી છે મૂળ અંબાજી
બિરાજમાન છે તેવા અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા ડુંગરી ગરાસિયા લોકોનો માં અંબેના
ભક્તો તરીકે સ્થાનિક સ્તરે જૂનો નાતો રહ્યો છે તેવામાં આ ગરાસિયા સમાજના લોકો વધુ
ભીડભાડના કારણે આદિવાસી લોકો મંદિરમાં મેળાના સમય આવવાનું ટાળતા હતા પણ મંદિરના
વહીવટદાર ને અધિક કલેકટર કૌશિક મોદીના માર્ગદર્શનથી ગરાસિયા સમાજના લોકોને સુવિધા
પુરી પાડી ગતવર્ષથી આ વિસ્તારના ગરાસિયા સમાજ દ્વારા ધજા ચઢાવવાંની શરૂઆત કરાવી
હતી જે ભાદરવા સુદ પાંચમના રોજ નક્કી કરાતા આજે ગરાસિયા સમાજના લોકો દ્વારા મોટી
સંખ્યામાં ધજાઓ લઇ મંદિરે પહોંચ્યા હતા અને ધજારોહણ કર્યું હતું સાથે આ પરંપરા
જળવાયેલી રહે તેવી પણ વહીવટદાર.કૌશિક મોદી ( અધિકકલેકટર)અંબાજીદ્વારા
અપેક્ષા કરવામાં આવી હતી.
જોકે દાંતા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વિદેશી મિસેનરી ક્રિસ્ચન
સમાજ દ્વારા આ ગરાસિયા સમાજના લોકોમાં ધર્મ પરિવર્તન કરાવવા વટાવ પ્રવૃત્તિ ચલાવતા
હોવાથી કોઈ પણ ગરાસિયા સમાજનો હિન્દૂ વટલાય નહિ અને વટારપ્રવૃત્તિને દૂર કરવાના
સંકલ્પ સાથે હિન્દૂ ધર્મના નાતે માતાજીને ધજા ચઢાવવાનું નિર્ણય કરાયા હોવાનું રાવતાજી
ગરાસિયા (પ્રમુખ,ડુંગરી
ગરાસિયા સમાજ)દાંતા તાલુકા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આજે ભાદરવા સુદ પાંચમે આ ડુંગરી ગરાસિયા સમાજના લોકો દ્વારા મંદિર
પરિષર લાલ ધજા પતાકાઓથી રંગમય બન્યું હતું ને મંદિર પરિષર માં અંબેના નાદ થી ગુંજી
ઉઠ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ