અંબાજી, 28 ઓગસ્ટ (હિ. સ) યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી
પૂનમના મેળા ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુ
માં અંબે નો મોહનથાળાનો પ્રસાદ વધુ પ્રિય હોય છે ને દર્શન ને આવેલા યાત્રિકો અચૂક
માં અંબે ના મોહનથાળ નો પ્રસાદ સાથે લઈ જતા હોય છે અંબાજી આવતા આ લાખો પદયાત્રીઓની
પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળાનો
પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છેઅંબાજી
મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકો ના પ્રસાદની માંગ સંતોષવા માટે ત્રણ લાખ
કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે જોકે આ મોહનથાળના પ્રસાદમાં ચનો
લોટ કકરુ બેષણ ,ખાંડ, શુદ્ધ દેશી ઘી ,સાથે ઈલાયચી નો મિશ્રણ તૈયાર કરી આ
મોહનથાળ નો પ્રસાદ બનાવવામાં આવે છે જ્યારે મને ટ્રસ્ટ દ્વારા આ 2 લાખ 50 હજાર કિલો મોહનથાળ નો પ્રસાદ બનાવી
રહ્યું છે ત્યારે તેમાં 90 હજાર કિલો કકરું બેસણ, 1 લાખ 35 હજારકિલો ખાંડ ,67હજાર કિલો શુધ્ધ ઘી, અને 180 કિલો ઈલાયચીનો વપરાશનો અંદાજ કરવામાં
આવ્યો છે ,જેમાંથી
યાત્રિકોને આપાતા નાના મોટા 30 લાખ જેટલા પ્રસાદ ના પેકેટ તૈયાર કરવામાં આવશે તેમ.મિહિર પટેલ
(જિલ્લા કલેક્ટર બનાસકાંઠા) એ જણાવ્યું હતું. જોકે અંબાજી મંદિરના મોહનથાળ ન પ્રસાદ
ને રાઇટ ફૂડ પ્રસાદ નું પ્રમાણ પત્ર પણ મંદિર ટ્રસ્ટ ને મળેલું છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ