અંબાજી, 28 ઓગસ્ટ (હિ. સ) અંબાજી ખાતે આગામી એક સપ્ટેમ્બરથી સાત
સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવીપૂનમનો મહામેળો ભરાનાર છે જેમાં 35 લાખ ઉપરાંત પદયાત્રીઓ અંબાજી પહોંચે
તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે અંબાજી પગપાળા આવેલા યાત્રિકો પરત પોતાના ઘરે
પહોંચવા માટેની ચિંતા ગુજરાત એસટી નિગમે કરી છે અને રાજ્યભરમાંથી અંબાજી પગપાળા
આવેલા યાત્રિકોને તેમના વતન પહોચાડવામાટે ગુજરાત એસટી નિગમ દ્વારા 1300
જેટલી એસટી બસની સુવિધા ઉપલબ્ધ
કરી છે આ તમામ એસટી વાહનવ્યવહાર જે તે વિસ્તારમાં જવા માટેના હંગામી બસ સ્ટેન્ડ
ઉપર તૈનાત રહેશે હિંમતનગર તરફ જવા માટે જીએમડીસી ગ્રાઉન્ડ, દાંતા તરફ જવા હોટલ આસોપાલવ પાસે થી
જ્યારે પાલનપુર, મહેસાણા,અને રાજસ્થાન તરફ જવા આરટીઓ કચેરી
પાસે થી વાહન વ્યહવાર ચલાવશે એમ મેળા ને લઇ કુલ સાત એસટી હંગામી બસ સ્ટેન્ડ થી બસ
ચાલશે જોકે આ સમય દરમિયાન કોઈ વાહન ખોટવાય નહિ તેની પણ એસટી વિભાગ દ્વારા તકેદારી
ના ભાગરૂપે તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે અને અંબાજી ના માર્ગો ઉપર ઊંચા ઢળાવ વાળા
ઘાટામાં ક્રેઈન પણ ઉભી રખાશે જેથી કરીને રસ્તામાં ખોટવાયેલી બસને તાકીદે યથાસ્થાને
લઇ જઈ શકાય તેમ કપીલ ચૌહાણ (એસટી બસ ડેપો મેનેજર) અંબાજીએ જણાવ્યું હતું.
જોકે આજે એસટી ડેપો મેનેજર દ્વારા બસ ચાલકો અને કન્ડક્ટરો ને જરૂરી
સૂચનો ને માર્ગદર્શન કરવા માં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ