મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.): ઊંઝા તાલુકાના દાસજ ગામમાં આવેલ શ્રી દાસજીયા ગોગા મહારાજના મંદિરે ભાદરવા સુદ પાંચમના દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. સમગ્ર મંદિર પરિસરમાં “જય ગોગા” ના નાદથી ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.
આ પ્રસિદ્ધ મંદિરે દર માસની સુદ પાંચમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. આ વખતે પણ અનેક ભક્તો ધજાઓ સાથે પગપાળા યાત્રા કરીને પહોંચ્યા હતા, જ્યારે પશુપાલકોએ દૂધનો અભિષેક કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
ભક્તોની સુવિધા માટે મંદિર સંકુલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા ચા, પાણી અને દૂધનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો તેમજ દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા હતી. મંદિરની બહાર નાનકડા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ્સ લાગ્યા હતા. દર્શન માટે લાંબી કતારો લાગતા સમગ્ર વિસ્તારમાં મેળાની જેમ જ માહોલ સર્જાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR