જામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચરનાર પાડોશી સામે ફરિયાદ
જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના શહેરી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક સગીરા પર તેના પાડોશમાં રહેતા શખ્સે છેલ્લા બે વર્ષથી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને આ કૃત્ય કર્યું હતું. સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં
દૂષ્કર્મ


જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના શહેરી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક સગીરા પર તેના પાડોશમાં રહેતા શખ્સે છેલ્લા બે વર્ષથી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને આ કૃત્ય કર્યું હતું. સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિતાની માતાને આ અંગે જાણ થઈ. તેમણે તરત જ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ગંભીરતાથી આ કેસ લીધો અને કાર્યવાહી શરૂ કરી.

પીઆઈ એન.એ. ચાવડા અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરતાં આરોપીની ધરપકડ કરી. તેની સામે પોક્સો એક્ટ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પીડિત સગીરાની તબીબી તપાસ કરાવ્યા બાદ તેને તેની માતા સાથે ઘરે મોકલવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande