મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.): કલોલ–કડી–કટોસણ રોડ પર આવેલી રેલ લાઇનના ગેજ પરિવર્તન કાર્ય પૂર્ણ થતાં જ સમગ્ર ઉત્તર ગુજરાતને મોટો લાભ મળશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી અમદાવાદ અને મહેસાણા વચ્ચે સીધી મુસાફર ટ્રેન સેવા શરૂ થવાની શક્યતા ઊભી થઈ છે. જેનાથી રોજિંદા મુસાફરોને વધુ સુવિધાજનક, ઝડપી અને આર્થિક પ્રવાસની સગવડ પ્રાપ્ત થશે.
માત્ર મુસાફર સેવાઓ જ નહીં, પરંતુ માલ પરિવહન માટે પણ આ ગેજ પરિવર્તન ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર માટે માલ વહન ઝડપી અને સરળ બનશે, જેનાથી વેપારિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદિત અનાજ અને અન્ય સામાન પણ સમયસર બજારમાં પહોંચાડી શકાશે.
વિશેષજ્ઞો માને છે કે આ ગેજ પરિવર્તન દ્વારા સ્થાનિક રોજગાર તકોમાં વધારો, પ્રવાસન વિકાસ, તેમજ વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. કડી, કલોલ અને કટોસણ વિસ્તારના નાગરિકો માટે આ પ્રોજેક્ટ એક નવી દિશામાં પ્રગતિનું પ્રતિક બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR