પોરબંદરના હરિમંદિર ખાતે ગણેશઉત્સવની ભવ્ય ઉજવણી
પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી ગણેશચતુર્થીના પાવન અવસરે યજ્ઞસેના ટીમ દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન સાથે શ્રીગણેશજીની સ્થાપના પૂજા કરવામાં આવી. સાંદીપનિના શ્રીહરિ મંદિ
પોરબંદરના હરિમંદિર ખાતે ગણેશઉત્સવનો પ્રારંભ.


પોરબંદરના હરિમંદિર ખાતે ગણેશઉત્સવનો પ્રારંભ.


પોરબંદરના હરિમંદિર ખાતે ગણેશઉત્સવનો પ્રારંભ.


પોરબંદરના હરિમંદિર ખાતે ગણેશઉત્સવનો પ્રારંભ.


પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી ગણેશચતુર્થીના પાવન અવસરે યજ્ઞસેના ટીમ દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન સાથે શ્રીગણેશજીની સ્થાપના પૂજા કરવામાં આવી.

સાંદીપનિના શ્રીહરિ મંદિરમાં યજ્ઞસેનાના વિદ્વાન ઋષિકુમારો દ્વારા શ્રીગણેશજીની શાસ્ત્રીય પદ્ધતિથી સ્થાપના તેમજ ષોડશોપચાર પૂજા સંપન્ન કરવામાં આવી હતી. આ સાથે શ્રીગણેશજીને 108 મોદક પણ અર્પણ કરવામાં આવેલ હતા. આ અવસરે સાંદીપનિ ઋષિકુળના સર્વે ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા તથા પોરબંદર શહેરથી અનેક દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande