નેશનલ સ્પોર્ટ્સ ડે ૨૦૨૫: ગીર સોમનાથ તા.૩૧ ઓગસ્ટે, કોડીનારથી મૂળ દ્વારકા સુધી સાયકલોથોન યોજાશે
ગીર સોમનાથ, 28 ઓગસ્ટ (હિ.સ.) હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તા.૨૯મી ઓગસ્ટના દિને ‘નેશનલ સ્પોર્ટસ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. સ્પોર્ટસ ડે નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા રમતગમત પ્રત્યે જાગૃતિ, ફિટનેસ અને યુવાનોમ
નેશનલ સ્પોર્ટ્સ ડે ૨૦૨૫: ગીર સોમનાથ તા.૩૧ ઓગસ્ટે, કોડીનારથી મૂળ દ્વારકા સુધી સાયકલોથોન યોજાશે


ગીર સોમનાથ, 28 ઓગસ્ટ (હિ.સ.) હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તા.૨૯મી ઓગસ્ટના દિને ‘નેશનલ સ્પોર્ટસ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. સ્પોર્ટસ ડે નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા રમતગમત પ્રત્યે જાગૃતિ, ફિટનેસ અને યુવાનોમાં ખેલ સંસ્કૃતિનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા.૨૯ ઓગસ્ટથી તા.૩૧ ઓગસ્ટ-૨૦૨૫ દરમિયાન ત્રિ દિવસીય નેશનલ સ્પોર્ટસ ડે – ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવશે.

આ સ્પોર્ટ્સ ડે અંતર્ગત તા.૩૧/૦૮/૨૦૨૫ના રોજ સવારે ૯.૦૦ કલાકે મામલતદાર કચેરી કોડીનાર થી મૂળ દ્વારકા સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande