ગીર સોમનાથ- શંકાસ્પદ સરકારી અનાજનો રૂ.૭૧,૦૯૭/- જથ્થો ઝડપી પાડતું તંત્ર
ગીર સોમનાથ 28 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાઘ્યાયની સૂચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ (શહેર) ખાતે શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. સરકારી અનાજ સગેવગ
શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો


ગીર સોમનાથ 28 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાઘ્યાયની સૂચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ (શહેર) ખાતે શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બાતમીના આધારે પુરવઠા તંત્રની ટીમ દ્વારા તપાસ કરતાં કૃતિ હોટેલની સામે ઘઉં-૩૦૭ કિ.ગ્રા., ચોખા-૪૬૩ કિ.ગ્રા. અને રિક્ષા-૧ એમ કુલ મળી રૂ.૭૧,૦૯૭/- નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande