ગીર સોમનાથ- મલેશ્વર (હિરણ-૧) ડેમ ૧૦૦% છલોછલ ભરાયો, તાલાળા તેમજ મેંદરડા તાલુકાના નીચાંણવાળા વિસ્તારોને એલર્ટ કરાયાં
ગીર સોમનાથ 28 ઓગસ્ટ (હિ.સ.)પાણીની અવિરત આવકના કારણે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના કમલેશ્વર નેશ ગામ પાસે હિરણ નદી પર આવેલો કમલેશ્વર (હિરણ-૧) ડેમ ડીઝાઈન સ્ટોરેજના ૧૦૦% પાણી ભરાતાં છલોછલ થયો છે. ડેમમાં બપોરે અગિયાર કલાક સુધીમાં પાણીનું લેવલ-૪૪.૨૦ મી
ગીર સોમનાથ- મલેશ્વર (હિરણ-૧) ડેમ ૧૦૦% છલોછલ ભરાયો, તાલાળા તેમજ મેંદરડા તાલુકાના નીચાંણવાળા વિસ્તારોને એલર્ટ કરાયાં


ગીર સોમનાથ 28 ઓગસ્ટ (હિ.સ.)પાણીની અવિરત આવકના કારણે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના કમલેશ્વર નેશ ગામ પાસે હિરણ નદી પર આવેલો કમલેશ્વર (હિરણ-૧) ડેમ ડીઝાઈન સ્ટોરેજના ૧૦૦% પાણી ભરાતાં છલોછલ થયો છે.

ડેમમાં બપોરે અગિયાર કલાક સુધીમાં પાણીનું લેવલ-૪૪.૨૦ મીટર, પાણીની ઊંડાઈ-૧૨.૯૬ મીટર તથા પાણીનો જીવંત જથ્થો ૧૯.૬૩૯ તથા કુલ જથ્થો ૨૦.૨૨૬ મી.ઘન મીટર છે.

તેમજ પાણીની આવક ૧૪૩.૮૮ ક્યુસેક છે. ડેમમાં પાણીની આવક ધીમી ગતિએ ચાલુ છે. જેથી કોઈ પણ સમયે ડેમ ઓવરફલો થવાની શક્યતા રહેલી છે.

ડેમ ઓવરફલો થવાથી નદીમાં પાણીનો એકધારો પ્રવાહ પસાર થશે જેથી ડેમની હેઠવાસના તાલાળા તાલુકાના કમલેશ્વર નેશ, દાજીયાનેશ, ચિત્રાવડ, ચિત્રોડ, ગિદરીયા, ખીરધાર, બોરવાવ, રમરેચી, સાંગોદ્રા, ઘૂંસિયા, તાલાળા તેમજ મેંદરડા તાલુકાના સાસણ, ભાલછેલના રહેવાસીઓને સાવધ રહેવા જણાવાયું છે.

ઉપરાંત આ તમામ ડેમની હેઠવાસના ગામનાં લોકોને નદીના પટમા કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા તેમજ સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande