ગીર સોમનાથ 28 ઓગસ્ટ (હિ.સ.) કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન અને પ્રાંત અધિકારી શ્રી ઉનાની સૂચના અનુસાર ગીર ગઢડા તાલુકાના ગીર ગઢડા ગામના સ.નં.૪૭/પૈકી ૧/પૈકી ૬ની સરકારી જમીનમાં બીન અધિકૃત રીતે થયેલી ખેતી વિષયક દબાણોનાં કેસો અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા દબાણકર્તા સામે કાર્યવાહી કરાતાં આજરોજ કુલ ૫(પાંચ) દબાણદારોનાં દબાણ કેસોની કુલ ૦૨-૨૦-૦૦ હેક્ટર ચોરસ મીટર જમીન દબાણ ખૂલ્લુ કરાવવામાં આવી છે. જેની હાલની અંદાજિત બજાર કિંમત રૂ. ૧,૩૫,૭૪,૦૦૦/-(અંકે રૂપિયા એક કરોડ,પાંત્રીસ લાખ, ચુમ્મોતેર હજાર) થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ