જામનગર પોલીસની નાઈટ ટ્રાફિક ડ્રાઈવ: એક રાતમાં દંડાયા 282 વાહન ચાલકો
જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.): જામનગર જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના આદેશ અનુસાર ગઈકાલે રાત્રે વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે આ ડ્રાઈવમાં ભાગ લીધો હતો. પોલીસે વાહન ચ
ચેકીંગ


જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.): જામનગર જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના આદેશ અનુસાર ગઈકાલે રાત્રે વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે આ ડ્રાઈવમાં ભાગ લીધો હતો. પોલીસે વાહન ચાલકોના લાયસન્સ અને અન્ય દસ્તાવેજોની તપાસ કરી હતી. ફોર-વ્હીલરમાં કાળા કાચ, બાઈક પર ત્રિપલ સવારી, વાહન ચલાવતા મોબાઈલનો ઉપયોગ, અસુરક્ષિત રીતે બાઈક ચલાવવું અને દારૂ પીને વાહન ચલાવવા જેવા નિયમભંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.

આ ડ્રાઈવ દરમિયાન જીપી એક્ટ કલમ 135 હેઠળ 28 કેસ નોંધાયા હતા. એમવી એક્ટ કલમ 185 હેઠળ 12 કેસ નોંધવામાં આવ્યા હતા. સૌથી વધુ નંબર પ્લેટ વગરના 116 કેસ નોંધાયા હતા. ફેન્સી નંબર પ્લેટના 47 કેસ સહિત કુલ 282 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande