પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર જીલ્લાના ગામે જાહેરમા ચાલતા જુગાર પર એલસીબીએ દરોડો પાડી જુગાર રમી રહેલા મનસુખ હકુભાઈ મોકરીયા, રાજા સરમણ મોકરીયા, મેરામણ કારૂ મોકરીયા અને દિલીપ જીણા મોકરીયાને ઝડપી લઇ સ્થળ પરથી રૂ.15,800નો મુદામાલ કબ્જે કરી.
આ શખ્સો સામે માધવપુર પોલીસ સ્ટેશનમા જુગારધારા હેઠળ ગુન્હો નોંધ્યો હતો અન્ય એક જુગારમા રાણાવાવ તાલુકાના નેરાણા ગામે છત્રાવ ગામ તરફ જતા રસ્તા પર જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસ દરોડો પાડી જુગાર રમી રહેલાલ સાંજણ કેશવ ભુતીયા, કરશન પોપટ ભુતીયા, વીંજા ભીખા ભુતીયા,ચના મેણંદ ભુતીયા, રામ ભીમા ભુતીયા અને હાજા જીવા ભુતીયા સહિત છ શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.12,950નો મુદામાલ કબ્જે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya