આગામી તા. ૨ થી તા.૬ સપ્ટેમ્બર દરમિયાન જૂનાગઢ શહેરના ઉપલા અને નીચલા દાતાર ખાતે ઉર્ષ યોજાશે
જૂનાગઢ 28 ઓગસ્ટ (હિ.સ.) આગામી તા. ૨/૯/૨૦૨૫ થી તા.૬/૯/૨૦૨૫ દરમિયાન જૂનાગઢ શહેરના ઉપલા અને નીચલા દાતાર ખાતે ઉર્ષ તહેવાર ઉજવવામાં આવનાર છે. જેમાં બહોળા પ્રમાણમાં લોકો ભાગ લેતા હોય છે. તેમજ દાતાર ઉર્ષ મેળો યોજાય છે. આ ઉપરાંત ઉપલા દાતાર અને નીચલા દાતાર
આગામી તા. ૨ થી તા.૬ સપ્ટેમ્બર દરમિયાન જૂનાગઢ શહેરના ઉપલા અને નીચલા દાતાર ખાતે ઉર્ષ યોજાશે


જૂનાગઢ 28 ઓગસ્ટ (હિ.સ.) આગામી તા. ૨/૯/૨૦૨૫ થી તા.૬/૯/૨૦૨૫ દરમિયાન જૂનાગઢ શહેરના ઉપલા અને નીચલા દાતાર ખાતે ઉર્ષ તહેવાર ઉજવવામાં આવનાર છે. જેમાં બહોળા પ્રમાણમાં લોકો ભાગ લેતા હોય છે. તેમજ દાતાર ઉર્ષ મેળો યોજાય છે. આ ઉપરાંત ઉપલા દાતાર અને નીચલા દાતાર ખાતે ચંદન વિધિ, મહેંદી રસમ જેવા કાર્યક્રમ પણ યોજાતાં હોય છે.

આ દરમિયાન દાતાર ઉર્ષમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિલિંગડન ડેમથી ઉપલા દાતારની જગ્યા સુધી ભારતીય નાગરિક સંહિતા - ૨૦૨૩ની કલમ ૧૬૩ મુજબ તા.૨/૯/૨૦૨૫ ૦૦/૦૦ કલાક થી તા.૬/૯/૨૦૨૫ના કલાક ૮-૦૦ વાગ્યા સુધી પ્રતિબંધિત વિસ્તારમાં જવા માટે ફરજ પરના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરમિટ મેળવીને ઉપર જનાર અને પરમિટની શરતો મુજબ વર્તનારને લાગુ પડશે નહીં.

આ અંગેની આપવામાં આવેલ પરમિટમાં જણાવેલ તારીખો અને કલાકો દરમિયાન ઉપલા દાતાર જનાર દર્શનાર્થી દર્શન કરી ઉપલા દાતારથી નીચે ઉતરી આવવાનું રહેશે. અધિકૃત રીતે ફરજ પર રહેલા સરકારી કર્મચારી/ અધિકારીઓ તથા બંદોબસ્તમાં ફરજ પરના કર્મચારી/ અધિકારીઓને લાગુ પડશે નહીં. એમ જૂનાગઢ એલઆઈબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.પી. ગોહિલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande