તાવડીયા ગામે નવીન સી.સી. રોડનું ખાતમુહૂર્ત : અવરજવર સુગમ બની ગામના વિકાસને નવી દિશા મળશે
મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તાવડીયા ગામે ગ્રામજનો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા નવા સી.સી. રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિકાસકાર્યથી ગામમાં આવનજાવન સરળ બનશે તેમજ ગામના સર્વાંગી વિકાસને એક નવ
તાવડીયા ગામે નવીન સી.સી. રોડનું ખાતમુહૂર્ત : અવરજવર સુગમ બની ગામના વિકાસને નવી દિશા મળશે


તાવડીયા ગામે નવીન સી.સી. રોડનું ખાતમુહૂર્ત : અવરજવર સુગમ બની ગામના વિકાસને નવી દિશા મળશે


મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તાવડીયા ગામે ગ્રામજનો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા નવા સી.સી. રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિકાસકાર્યથી ગામમાં આવનજાવન સરળ બનશે તેમજ ગામના સર્વાંગી વિકાસને એક નવી દિશા મળશે.

ગામના લોકો લાંબા સમયથી સુવિધાસભર રસ્તાની માંગ કરી રહ્યા હતા. ગામની અંદરથી પસાર થતો માર્ગ વરસાદી મોસમમાં કાદવ ભરાઈ જતો હોવાથી નાગરિકોને હેરાનગીનો સામનો કરવો પડતો. સી.સી. રોડ બનવાથી હવે ખેડૂતોને ખેતીમાં જવા-આવવા સહેલાઈ થશે, વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી નહીં રહે અને વાહન વ્યવહાર પણ સુચારુ બનશે.

આ પ્રસંગે ગામના આગેવાનો, યુવાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ તથા સૂચનો જાણવા મળ્યા. તાવડીયા ગામના લોકોમાં આ નવા રોડ અંગે ભારે ઉત્સાહ જોવા મળ્યો.

ઉલ્લેખનીય છે કે આ રોડનું નિર્માણ માત્ર અવરજવર સુગમ બનાવવા પૂરતું જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં વિકાસને ગતિ આપનાર એક મહત્વપૂર્ણ પ્રકલ્પ છે. પ્રતિનિધિએ ગ્રામજનોને ખાતરી આપી કે આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે હંમેશા કટિબદ્ધ રહીશ. ગામના સહકાર અને એકતાને કારણે આ પ્રકલ્પ સાકાર થયો છે તેવા શબ્દોમાં આભાર વ્યક્ત કર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande