રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસની સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુર ખાતે ઉજવણી
વલસાડ, 28 ઓગસ્ટ (હિ.સ.)-ગુજરાતના પનોતા પુત્ર એવા ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના દિને ચોટીલા ખાતે થયો હતો ઝવેરચંદ મેઘાણી એક ભારતીય કવિ, લેખક, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની હતા.જેથી એમને રાષ્ટ્રીય શાયર નું બિરુદ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગા
પુસ્તકાલય ધરમપુર ખાતે ઉજવણી


વલસાડ, 28 ઓગસ્ટ (હિ.સ.)-ગુજરાતના પનોતા પુત્ર એવા ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના દિને ચોટીલા ખાતે થયો હતો ઝવેરચંદ મેઘાણી એક ભારતીય કવિ, લેખક, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની હતા.જેથી એમને રાષ્ટ્રીય શાયર નું બિરુદ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા મળ્યું હતું. જેથી દેશના અમૂલ્ય રત્ન એવા ઝવેરચંદ મેઘાણીના જન્મને આ વર્ષે 139 વર્ષ પુરા થતા હોય ગુજરાત સરકારના રમત - ગમત, યુવા, સાંસ્કુતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય વિભાગના સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુર, જી. વલસાડ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજ્યંતી ઉજવણી કરવામાં આવી હતી. સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુરમાં ઝવેરચંદ મેઘાણીના તમામ પુસ્તકો છે. જેથી આ પુસ્તકાલયમા મદ. ગ્રંથપાલ પુનમ જોશીના માર્ગદર્શન હેઠળ ઝવેરચંદ મેઘાણી કોર્નર પણ બનાવવામાં આવ્યું છે. જેથી આ તમામ પુસ્તકો પ્રદશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તકાલયના વાચકો, કર્મચારી ગણે રાષ્ટ્રીય શાયરના જન્મદિવસે તેમના પુસ્તકોનું પઠન કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande