પોરબંદરમાં 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરાશે.
પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિને અવસરે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિતે 29 ઓગસ્ટ, 2025ના રોજ વિવિધ કાર્યક્રમો યોજાશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર-પોરબંદર દ્વારા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવ
પોરબંદરમાં 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરાશે.


પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિને અવસરે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિતે 29 ઓગસ્ટ, 2025ના રોજ વિવિધ કાર્યક્રમો યોજાશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર-પોરબંદર દ્વારા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલ રમત સંકુલ ખાતે સવારે 7:30 વાગ્યે કાર્યક્રમનો આરંભ થશે. કાર્યક્રમ દરમિયાન મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ, ફિટ ઈન્ડિયા પ્રતિજ્ઞા તથા હોકી સ્પર્ધાનું આયોજન થનાર છે.આ પ્રસંગે કાર્યક્રમા અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર ઉપસ્થિત રહેશે, જ્યારે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા હાજરી આપશે. કાર્યક્રમમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા તેમજ રમતગમત પ્રત્યે નવી ઊર્જા જગાડવા આ વિશેષ કાર્યક્રમો યોજાશે.જિલ્લા વહીવટી તંત્ર-પોરબંદર તરફથી નાગરિકો, રમતપ્રેમીઓ અને વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. રમતગમત દ્વારા તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપતાં આ કાર્યક્રમને સફળ બનાવવા સહભાગિતા થવા વિનંતી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande