જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધા યોજાઈ
જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.): જામનગરમાં છેલ્લા 17 વર્ષથી ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 18માં વર્ષમાં પણ અલગ-અલગ ત્રણ કેટેગરીમાં કુલ 59 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પુરુષ વિભાગમાં
લાડુ સ્પર્ધા


જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.): જામનગરમાં છેલ્લા 17 વર્ષથી ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 18માં વર્ષમાં પણ અલગ-અલગ ત્રણ કેટેગરીમાં કુલ 59 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

પુરુષ વિભાગમાં નાનજીભાઈ મકવાણાએ 09 લાડુ આરોગીને સતત બીજા વર્ષે પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે મહિલા વિભાગમાં સતત પાંચમાં વર્ષે પદ્મિનીબેન ગજેરા 07 લાડુ આરોગીને વિજેતા થયા છે. તો બાળકોના વિભાગમાં 04-04 લાડુ ખાઇને નક્ષ હિંડોચા અને રિશિત આચાર્ય વચ્ચે ટાઇ થઇ હતી. જોકે, ચિઠ્ઠી ઉલાળીને નક્ષને વિજેતા જાહેર કરાયો હતો.

જામનગરમાં છેલ્લા 17 વર્ષથી યોજાતી આ સ્પર્ધામાં 30 મિનિટનો સમય આપવામાં આવતો હતો. જોકે આ વર્ષે 18માં વર્ષે યોજાયેલી સ્પર્ધામાં 15 મિનિટનો જ સમય હતો. આ વર્ષે સ્પર્ધકો માટે અંદાજિત 100-100 ગ્રામના 250 લાડુ બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 239 લાડુ સ્પર્ધકોએ આરોગ્યા હતા. લાડુમાં શુદ્ધ ઘી ઉપરાંત ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પર્ધામાં સ્પર્ધકને લાડુની સાથે દાળ પણ પીરસવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande