પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.)કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ- પોરબંદર ખાતે તારીખ 16 થી 22ઓગસ્ટ દરમિયાન 20 માં પરથેનિયમઘાસ (ગાજરઘાસ) જાગૃતિ અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી.આ અઠવાડિયા દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતોએ પરથેનિયમઘાસ (ગાજરઘાસ)થી થતા નુકસાન વિશે વિગતવાર સમજ આપી. પરથેનિયમ નિયંત્રણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તદુપરાંત વિદ્યાર્થીઓ ખેડૂતો તથા શ્રમયોગીઓ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના પરિસરમાંથી ગાજરઘાસને કાઢી ને નાબુદ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya