જામનગરમાં રજાના દિવસે જનસેવા કેન્દ્ર ચાલુ, આંગણવાડી ભરતી માટેના આવ્યા 250 અરજદારો
જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.): જામનગર સહિત રાજ્યભરમાં આંગણવાડીઓમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં રહેઠાણ અંગેના માંગવામાં આવેલા પ્રમાણપત્રને લઈને જનસેવા કેન્દ્રમાં લાગતી કતારો લાગે છે. જેને લઈને જામનગરમાં બુધવારે રજાના દિવસે પણ જનસેવા કેન્દ્ર ચાલુ રાખવામાં આવતાં
સેવા


જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.): જામનગર સહિત રાજ્યભરમાં આંગણવાડીઓમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં રહેઠાણ અંગેના માંગવામાં આવેલા પ્રમાણપત્રને લઈને જનસેવા કેન્દ્રમાં લાગતી કતારો લાગે છે. જેને લઈને જામનગરમાં બુધવારે રજાના દિવસે પણ જનસેવા કેન્દ્ર ચાલુ રાખવામાં આવતાં સવારથી અરજદારોની ભીડ જોવા મળી હતી અને 250 અરજદારોએ પ્રમાણપત્ર, ભરતી માટેની અરજી કરી હતી. આંગણવાડીની ભરતી પ્રક્રિયામાં રહેઠાણ અંગેના પ્રમાણપત્ર માંગવામાં આવ્યું છે. જેને લઈને બુધવારે તા.27ના જાહેર રજાના દિવસે જિલ્લા કલેકટર કેતન ઠક્કરની સુચનાથી જામનગર શહેર મામલતદાર કચેરી ખાતેના જનસેવા કેન્દ્ર ચાલુ રાખવામાં આવ્યું હતું.

જેમાં આંગણવાડીની ભરતી માટે રહેઠાણ અંગેના પ્રમાણપત્ર ઇસ્યુ કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. તેમજ જનસેવા કેન્દ્ર ખાતે અરજી સ્વીકારવાની પણ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી માટે રજાના દિવસે પણ અરજદારોની કતારો લાગી ગઈ હતી અને 250 જેટલા અરજદારો વિવિધ કામ માટે આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande